Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > જુલાઇમાં ઘરેલુ યાત્રી વાહનોના વેચાણમાં 31 ટકાનો ઘટાડો

જુલાઇમાં ઘરેલુ યાત્રી વાહનોના વેચાણમાં 31 ટકાનો ઘટાડો

0
63

દેશમાં ઘરેલું પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો થવા લાગ્યો છે. છેલ્લા 9 મહિનાથી તેમાં સુધારો આવ્યો નથી. એક રિપોર્ટ અનુસાર ગત મહિને ઘરેલુ પેસેન્જર વાહનોના વેચાણમાં લગભગ 31 ટકા ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે જુલાઈમાં દેશમાં બે લાખ 90 હજાર 931 ઘરેલું પેસેન્જર વ્હીકલ યુનિટ વેચાયા હતા. આ વર્ષે આ આંકડો 2 લાખ 790 પર આવી ગયો છે.

મંગળવારે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા મેળવેલા આંકડા અનુસાર ઘરેલુ કારના વેચાણમાં 35.95 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે જુલાઈમાં એક લાખ 91 હજાર 79 કારનું વેચાણ થયું હતું. તે જ સમયે, જુલાઈ 2019માં આ સંખ્યા વધીને એક લાખ 22 હજાર 956 થઈ ગઈ. આવી જ સ્થિતિ મોટરસાયકલના વેચાણની છે. જુલાઈ 2018 માં દેશમાં 11 લાખ 51 હજાર 324 યુનિટ વેચાયા હતા. જ્યારે જુલાઈ 2019 માં તે ઘટાડીને નવ લાખ 33 હજાર 996 કરી દેવામાં આવી હતી. મતલબ કે 18.88 ટકાનો ઘટાડો.

તો તમામ પ્રકારના ટુ-વ્હીલર્સની વાત કરીએ તો, તેમનું વેચાણ કુલ 16.82 ટકા ઘટ્યું છે. આ સિવાય વેપારી વાહનોના વેચાણમાં 25.71 ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ 2018 માં 76 હજાર 545 વ્યાપારી વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે જુલાઈ 2019 માં આ સંખ્યા વધીને 56 હજાર 866 થઈ ગઈ છે.

ખાલિસ્તાન સમર્થકો સાથે હાર્ડ કૌરે PM મોદી અને અમિત શાહને આપી ચિમકી