હોળી પહેલા લોકોને ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે. બુધવારે (1 માર્ચ 2023) ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1,103 રૂપિયા થઈ ગઈ છે. અમદાવાદમાં ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત 1060 છે, જે વધીને હવે 1110 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2034 રૂપિયાથી વધીને 2384 રૂપિયા થઇ ગઇ છે.
Advertisement
Advertisement
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો
ન્યૂઝ એજન્સી ANI અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા થઈ જશે. નવા દર આજથી લાગુ થશે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં રાજ્યો અનુસાર વત્તા-ઓછા તફાવત હોઇ શકે છે.
જુલાઈ 2022માં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો
આ પહેલા 6 જુલાઈ 2022ના રોજ ઓઈલ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો અને તે વધીને 1053 રૂપિયા થઈ ગયો હતો. આ પહેલા વર્ષ 2022માં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર લગભગ 154 રૂપિયા મોંઘા થયા હતા. તો બીજી તરફ 19 કિલોનો સિલિન્ડર 357 રૂપિયા સસ્તો થયો હતો. આ દરમિયાન 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં કુલ 18 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સિલિન્ડર 12 ગણો સસ્તો અને 6 ગણો મોંઘો થયો છે.
દિલ્હીમાં 1769 રૂપિયાના બદલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ગ્રાહકોને 2119.5 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત 1870 રૂપિયા હતી, જે હવે 2221.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તેની કિંમત 1721 રૂપિયાથી વધીને 2071.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં જે સિલિન્ડર 1917 રૂપિયામાં મળતું હતું તે હવે 2268 રૂપિયામાં મળશે. દિલ્હીમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1053ને બદલે રૂ.1103માં મળશે. મુંબઈમાં આ સિલિન્ડર 1052.50 રૂપિયાના બદલે 1102.5 રૂપિયામાં મળશે જ્યારે કોલકાતામાં 1079 રૂપિયાના બદલે હવે ગ્રાહકોને 1129 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં આજથી ઘરેલું એલપીજી સિલિન્ડર 1068.50 રૂપિયાના બદલે 1118.5 રૂપિયામાં મળશે.
Advertisement