Gujarat Exclusive > દેશ-વિદેશ > શું તમારૂ બાળક પણ ઓનલાઈન ગેમ રમે છે?

શું તમારૂ બાળક પણ ઓનલાઈન ગેમ રમે છે?

0
200

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર)ને વાલીઓએ ફરિયાદ કરી છે કે, ઓનલાઈન ગેમિંગ સાઈટ્સ બાળકોમાં જુગાર, સટ્ટો અને શોષણની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન બાળકોનો અભ્યાસ ડિજિટલ રૂપમાં થવા લાગ્યો છે અને કેટલાક બાળકો મોબાઈલ લઈને અભ્યાસના નામે ઓનલાઈન ગેમ પણ રમવા લાગ્યા છે.

વાલીઓની ફરિયાદો પર એનસીપીસીઆરે ઓનલાઈન ગેમિંગ કંપનીઓને નોટિસ આપી છે. આયોગે માઈટીમ11, ડ્રીમ 11, પ્લે ગેમ 24 ઈન ટૂ 7 વગેરે કંપનીઓ પાસે આ બાબતે જવાબ માંગ્યો છે. એક વાલીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતુ કે, તેના પુત્રને ગેમિંગ સાઈટની એવી લત લાગી છે કે, તેને એક વર્ષની અંદર આવી સાઈટ પર 50 હજાર રૂપિયા સુધી લગાવી દીધા છે.

આયોગે ગેમિંગ સાઈટ્સને બાળકોને ભ્રમિત થવાથી રોકવા માટે દિશા નિર્દેશો વિશે પૂછ્યું છે. સાથે જ આયોગે પ્રશ્ન કર્યો છે કે, તેમની સાઈટ્સ પર બાળ અધિકારોને હનનને રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે.

આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનૂંગો અનુસાર, “ગેમિંગ કંપનીઓ બાળકોને લલચાવીને સાઈટ્સ પર પોતાના માતા-પિતાના પૈસા ખર્ચ કરાવે છે. બાળકોને જૂગાર અને સટ્ટા જેવી લત લાગી રહી છે.”

કાનૂંગોનું કહેવું છે કે, આ બધી જ રીતે આપરાધિક કેસ છે અને કંપનીઓ પાસે આયોગે 10 દિવસોની અંદર જવાબ માંગ્યો છે. ગેમિંગ કંપનીઓએ આયોગના આ આરોપો ઉપર અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.

ભારતનું ગેમિંગ માર્કેટ

દેશમાં હાલમાં ક્રિકેટ સાથે જોડાયેલા કેટલીક ફેન્ટસી એપ સક્રિય છે. એપ પર પોઈન્ટ મેળવીને પૈસા પણ કમાવી રહ્યાં છે. મહામારી દરમિયાન આવી રીતે એપ વધારે પ્રમાણમાં લોકપ્રિય થઈ છે, કેમ કે લોકો પાસે બહાર જવાનો વિકલ્પ નહતો. ગેમિંગ સાઈટ્સ પર યૂઝરને પ્રવેશવા માટે ખુબ જ નાની રકમ આપવી પડતી હોય છે. ફેંટસી ગેમ માત્ર ક્રિકેટ સુધી જ સીમિત નથી, જેમાં ફૂટબોલ અને એનબીએ પણ સામેલ છે. અસલમાં દેશમાં સટ્ટા ગેરકાયદેસર છે પરંતુ આ ગેમિંગ સાઈટ્સ પર ખેલડીઓને પોતાની આવડત બતાવવાની હોય છે અને તેના બદલામાં પૈસા બનાવી શકાય છે.

અનુમાન છે કે, દેશના લગભગ 10 કરોડ ગેમરોમાંથી માત્ર 20 ટકા ફેંટસી પ્લેટફોર્મ પર પૈસા આપીને રમે છે, જ્યારે બાકી મુફ્ત રમતો સુધી જ સીમિત રહે છે. ડેટા પ્લેટફોર્મ સ્ટેટિસ્ટા અનુસાર સસ્તા સ્માર્ટફોન અને સસ્તા ડેટાના કારણે 2025 સુધી ભારતમાં ઈન્ટરનેટ યૂઝરોની સંખ્યા 70 કરોડથી વધીને 95.5 કરોડ સુધી જઈ જશે.