Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પાટણ: ક્લિનીકમાં ‘કામલીલા’,ડૉક્ટર પિતા-પુત્રના મહિલા દર્દીઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

પાટણ: ક્લિનીકમાં ‘કામલીલા’,ડૉક્ટર પિતા-પુત્રના મહિલા દર્દીઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

0
14488

પાટણ જિલ્લાના સમી તાલુકાનો એક ડોક્ટર સારવાર અર્થે આવતા દર્દીઓ સાથે અશ્લીલ ચેનચાળા કરતો હતો. ખાનગી હોસ્પિટલના ડોક્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા જ પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્ય આરોપી ડૉ મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવે છે. સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધીને મોબાઇલમાં વીડિયો ઉતારતો હોવાનું સામે આવ્યું છે. આ દવાખાનું ફકત નામ ખાતર જ ચાલતો હોય તેવું લાગી રહયું છે, કારણ કે ડૉક્ટર મહેન્દ્ર દર શનિવાર અને રવિવારે સમી ખાતેના પોતાના દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર લાઈસન્સે દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક અડપલા કરતા સમયે ડોક્ટરનો દીકરો પણ તેમને સાથ આપતો હતો. બાપ-દીકરો મળીને મહિલા દર્દીઓના વીડિયો ઉતારતા હતા.

જિલ્લા પોલીસ વડા સમી પહોંચ્યા

આ વીડિયો વાયરલ થતાં લોકોએ તબીબ પિતા-પુત્રને મેથીપાક ચખડ્યો હતો અને બાદમાં તેમને પોલીસને સોંપી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગેની જાણ થતા પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા સમી પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.