છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોવિડ-19ના નવા વેરિએન્ટ સતત સામે આવી રહ્યા છે. કોરોનાના મોટાભાગના કેસમાં દર્દી ને માત્ર શરદી, ખાંસી, તાવ અને ફેફસામાં સંક્રમણ ની જ ફરિયાદ મળી છે. અત્યાર સુધી કોરોનાની ચોક્કસ સારવાર મળી નથી, જેના કારણે તબીબો પણ અત્યાર સુધી માત્ર કોરોનાના લક્ષણોના આધારે જ સારવાર કરી રહ્યા છે.
કોરોનાના આ કાળમાં જ્યારે શરદી, તાવ આવે છે ત્યારે લોકોએ તબીબી સલાહ વગર પણ દવાઓનો ઉપયોગ કર્યો છે. તાવ, હાથ-પગના દુખાવાની સ્થિતિમાં પણ ડોલો -650નો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ કોઈ પણ નિષ્ણાતની સલાહ વિના આ દવાનો ઉપયોગ કર્યો છે.
જણાવી દઈએ કે અન્ય દવાઓની જેમ ડોલો-650 પણ દર્દીઓ પર આડઅસર કરી શકે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે જ્યારે પણ આ દવા લેવામાં આવે છે, ત્યારે તે તબીબી પરામર્શ દ્વારા લેવામાં આવે.
ડોલો-650માં પેરાસિટામોલ છે, જે તાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. કોરોનાના લક્ષણોમાં એક મુખ્ય લક્ષણ તાવ છે. આ સાથે ડોલો-650 માથાનો દુખાવો, દાંતનો દુખાવો, કમરનો દુખાવો, નર્વ પેન, મસલ્સ પેઈનમાં પણ રાહત આપે છે, જેના કારણે આ દવાનો વિચાર કર્યા વગર ઉગ્ર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દવાના ઉપયોગ બાદ તે મગજમાં મોકલવામાં આવતા પેન સિગ્નલને ઘટાડી દે છે, જેનાથી દર્દીઓને રાહત મળે છે. આ દવાના સેવનથી આપણા શરીરમાં જે કેમિકલ નીકળે છે તે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ (Prostaglandins)ને પણ રોકે છે, જે દર્દ વધારનારા અને શરીરનું તાપમાનને વધારનારુ હોય છે.
ડોલો-650થી થઈ શકે છે આ આડઅસરો
સામાન્ય આડઅસરો
1. જીવ ગભરાવવો
2. લો બ્લડ પ્રેશર
3. ચક્કર આવવા
4. કમજોરી અનુભવવી
5. વધુ પડતી ઊંઘ આવવી
6. અસ્વસ્થતા અનુભવવી
7. કબજિયાત
8. બેભાન થવું
9. મોં સૂકવવું
10. UTI
ગંભીર આડઅસરો
1. હૃદયના ધબકારા ધીમા થવા
2. સ્વરતંતુનો સોજો
3. ફેફસામાં ઇન્ફેક્શન
4. શ્વાસની તકલીફ
5. નર્વસ સિસ્ટમને અસર થવી
6. હૃદયના ધબકારામાં વધારો