Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ત્રિપુરાના અગરતલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃ ડીએમ બન્યા સિંઘમ

ત્રિપુરાના અગરતલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃ ડીએમ બન્યા સિંઘમ

0
274

કોરોના નિયમોનો ભંગ કરનારા લગ્નમાં DMનો દરોડોઃ પંડિતનો લાફો માર્યો લગ્ન પણ અટકાવ્યા

અગરતલાઃ દેશમાં કોરોનાના કાળને લીધે લગ્ન (DM stopped marriage in Agartala)કરવા માટે પણ નિયમો બની ગયા. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરી થઇ રહેલા એક લગ્નમાં ખુદ DMએ ટીમ સાથે દરોડો પાડ્યો. એટલું જ નહીં પરમિટ પણ ફાડી દીધું અને પંડિત, વર સહિત ઘણા જાનૈયાને ફટકારી લગ્ન પણ અટકાવી દીધા. જેના રાજકીય સ્તરે તીવ્ર પડઘા પડ્યાં છે કે એક ડીએમે આવો દુર્વ્યવહાર કરવો જોઇતો નહતો.

પોલીસ સહિત જાનૈયા સાથે કર્યો દુર્વ્યવહાર

સોશિયલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચાલુ લગ્નમાં ઉચ્ચઅધિકારી પહોંચી જાય છે. અને પોલીસ કરતા પણ રુદ્ર વ્યવહાર કરતા નજરે પડે છે. પ્રાપ્ચ વિગત મુજબ આ વીડિયો ત્રિપુરાના અગરતલા શહેરનો છે. જ્યાં એક મેરેજ હોલમાં લગ્નની સરસ પાર્ટી ચાલી રહી હતી. દરમિયાન સિંઘમની જેમ ડીએમ શૈલેશ યાદવ પહોંચી ગયા. લગ્ન સમારંભમાં નક્કી મર્યાદા કરતા વધુ લોકો હતા અને નાઇટ કરફ્યૂ હોવા છતાં મોડી રાત સુધી પાર્ટી ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ સ્મશાનઘાટોમાં શબોની આ લાઇન દેશમાં કોરોનાની ભયાનકતા દર્શાવવા પુરતી છે

લગ્નમાં જાનૈયા સાથે પોલીસ વાળાને જોઇ ડીએમ ભડકી ગયા. તેમણે પહેલાં તો બેન્ડવાળાને ભગાડ્યા, પછી પોલીસ કર્મીઓન લતાડ્યા. લગ્નમાં હાજર અધિકારીનો ફોટો ખેંચી કલાસ લઇ લીધી. DM stopped marriage in Agartala

લગ્નમાં હાજર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા કર્યો ફોન

ડીએમ શૈલેશ યાદવ એટલા ગુસ્સામાં હતા કે તેમણે બોલવામાં ભાષાનો પણ ખ્યાલ ન રાખ્યો. સ્થળ પરથી જ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી લગ્નમા સહકાર પોલીસ અધિકારીઓને સસ્પેનેડ કરવાની વાત કરી દીધી. વર નવવધુ સાથે સાત ફેરાના સપના જોઇ રહ્યા હતો. તેમને પણ ધક્કો માર્યો અને પોલીસ સ્ટેશન જવું પડ્યું.

ડીએમના ગુસ્સાનો શિકાર લગ્ન કરાવનારા પંડિત પણ થયા. શૈલેશ યાદવે તેમને લાફો મારી દીધો. આ ધમાચકડીની વચ્ચે પરિવારજનોએ ડીએમને લગ્નની મંજૂરીનો લેટર દેખાડ્યો તો તે પણ ડીએમે ફાડી નાંખ્યો.

DM stopped marriage in Agartala

DM stopped marriage in Agartala1

બે મંડપને પણ એક વર્ષ માટે સીઝ કર્યા

આ લગ્નમાં બંધાયેલા મંડપના ડેકોરેશનવાળા સહિત બે મંડપને એક વર્ષ માટે સીઝ કરી દેવાયા છે. જો કે પાછળથી ડીએમે આ કાર્ય કરવા બદલ માફી માગી હોવાનું કહેવાય છે. જ્યારે ડીએમ શૈલેષ યાદવના આ એકશન સામે ભાજપના ધારાસભ્ય શુશાંતા ચૌધરી સહિત રાજકીય સ્તરે તેમનો વિરોધ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ દેશમાં પહેલી વાર 24 કલાકમાં કોરોનાથી 3000 કરતા વધું મોત, 3.62 લાખ નવા કેસ

ભાજપ નેતાઓની ડીએમ શૈલેષ સામે પગલાં માંગ

ભાજપ નેતા શુશાંત ચૌધરીએ કહ્યું કે એક લગ્ન દરમિયાન ડીએમ અચાનક 11.30 કલાકે મેરેજ હોલમાં ઘૂસૂ ગયા અને લગ્ન અટકાવી દીધા. ત્યાં હાજર 70 વર્ષના વૃદ્ધ પંડિત ને માર્યા જે યોગ્ય નથી. વર અને વધુને પણ માર્યા. તેમના માતા-પિતાને ગાળો આપી. જે પ્રકારની ભાષાનો તેમણે ઉપયોગ કર્યો તે એક ડીએમને શોભતી નથી. આ મામલે 5 ધારાસભ્યોએ ડીએમ શૈલેષ યાદવ સામે ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. DM stopped marriage in Agartala

નેતાઓનું કહેવું છે કે ચીફ સેક્રેટરીએ આ મામલે ઝડપી પગલાં લેવા જોઇએ. કારણ કે શૈલેષ યાદવે આવું પહેલી વખત નથી કર્યું. તેમનું નામ પહેલાં પણ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે. થોડા મહિના પહેલાં તેમણે ભાજપના કેટલાક ધારાસભ્યો સાથે પણ ગેરવર્તૂક કરી હોવાનો આરોપ છે. માર-ઝૂડ તેમનો સ્વભાવ બની ગયો છે. મેરેજ હોલમાં તેમણે કેટલાક પોલીસ કર્મીઓ પર પણ હાથ ઉપાડ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat