Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > Diwali Gift: 30.67 લાખ બિન ગેઝેટેડ સરકારી કર્મીઓને મળશે બોનસ

Diwali Gift: 30.67 લાખ બિન ગેઝેટેડ સરકારી કર્મીઓને મળશે બોનસ

0
149
  • દશેરા પહેલા બોનસની ચુકવણી થઇ જવાની સંભાવના
  • PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ આપી મંજૂરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની (Modi Cabinet) બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ (Diwali Gift)આપવાનું એલાન કરવામાં આવ્યું છે.

કોરોનામાં નોકરીઓ અને પગાર કાપના આંચકાઓ વચ્ચે કેન્દ્રીય કેબિનેટ દિવાળીમાં 30.67 લાખ કર્મચારીઓને બોનસ (Diwali Gift) આપવાની મંજૂરી આપી દીધી છે. આ લાભ બિન ગેઝેટેડ સરકારી કર્મચારીઓને મળશે. તેનો સરકારી તિજોરી પર કુલ 3,737 કરોડ રુપિયાનો બોજ પડશે.

રેલવે, ટપાલ, સંરક્ષણ, EPFO, ESICના કર્મીઓને લાભ

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 2019-20 માટે ઉત્પાદક્તા અને બિનઉત્પાદક્તા સંબંધિત બોનસ (Diwali Gift)ને મંજૂરી આપી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યે છે. જેનો રેલવે, ટપાલ, સંરક્ષણ, EPFO, ESIC જેવા ક્ષેત્રોના બિન ગેઝેટેડ 16.97 લાખ કર્મચારીઓને લાભ મળશે.

આ પણ વાંચોઃ

નોન-PLB અથવા એડહોક બોનસનો લાભ કેન્દ્ર સરકારના 13.70 લાખ બિન ગેઝેટેડ કર્મચારીઓને મળશે. તેમ સરકારે જણાવ્યું છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનટેની બેઠક બાદ જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે નોન-PLB અથવા એડહોક બોનસ બિન ગેઝેટે સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે. આ બોનસ કર્મચારીઓના પાછલા નાણાવર્ષમાં તેમના પ્રદર્શન બદલ આપવામાં આવે છે. સામાન્ય રીતે તેની ચુકવણી દશેરા કે દુર્ગાપૂજા પહેલાં કરી દેવામાં આવે છે. તેથી તાત્કાલિક તેની જાહેરાત કરવામાં આવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

DBT) મારફતે સીધા કર્મચારીઓના ખાતામાં જમા થશે

કેબિનેટના નિર્ણયો અંગેની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ડાયરેક્ટ કર્મચારીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. હાલ પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. દશેરા કે દુર્ગા પૂજા પહેલા જ 30 લાખ કેન્દ્રીય સરકારના કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની (Diwali Bonus For Government Employees) તુરત ચૂકવણી શરૂ થશે.

અગાઉ ગત સપ્તાહે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરૂઆત (Diwali Bonus For Government Employees) કરવાની જાહેરાત કરી હતી. જેના થકી કર્મચારીઓ એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઈ શકશે.

અગાઉ નાણામંત્રીએ સ્પેશિલ LTC કેશ સ્કીમની જાહેરાત કરી હતી

જણાવી દઈએ કે, કોરોના મહામારીની અર્થ વ્યવસ્થા પર માઠી અસરને જોતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પેશિલ LTC કેશ સ્કીમની પણ જાહેરાત કરી છે. જેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને (Diwali Bonus For Government Employees) મળશે.

આ સ્કીમમાં LTAના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે તેનો ઉપયોગ 31 માર્ચ, 2021ના પહેલા જ કરવો પડશે. જો કે આ સુવિધાનો લાભ લેવા માટે સરકારની કેટલીક ગાઈડલાઈન્સ છે. જેનું પાલન કરવું પડશે.

ગત સપ્તાહે સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવેલી મોટી જાહેરાતો પર એક નજર

► LTA કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme)
► સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ (Special Festival Advance Scheme)

આ પણ વાંચો: IPL 2020: CSKને વધુ એક ફટકો, ઈજાના કારણે ડ્વેન બ્રાવો ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

કોણ-કોણ ઉઠાવી શકશે ફાયદો?
નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. રાજ્ય સરકારના કર્મચારીઓને પણ તેનો ફાયદો મળી શકે છે, પરંતુ રાજ્ય સરકારે આ પ્રસ્તાવ સ્વીકારવો પડશે.

કેવી રીતે મળશે કેશ?
આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે કર્મચારીઓને RuPay પ્રી-પેડ કાર્ડ મળશે.. જે પહેલાથી જ રિચાર્જ હશે. જેમાં 10 હજાર રૂપિયા જમા રહેશે. આ સાથે જ તેના પર લાગુ થતાં તમામ બેંક ચાર્જ સરકાર ભોગવશે.  (Diwali Bonus For Government Employees)

કેવી રીતે ચૂકવવા પડશે પૈસા?
એડવાન્સમાં લેવામાં આવેલી રકમને કર્મચારીઓ 10 મહિનામાં ચૂકવી શકે છે. એટલે કે એક હજાર રૂપિયા મહિનાનો હપ્તો ચૂકવવાનો રહેશે.