Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગડુલી સાંતલપુર નેશનલ હાઇવેના નિર્માણ પછી ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80KM ઘટી જશે: CM

ગડુલી સાંતલપુર નેશનલ હાઇવેના નિર્માણ પછી ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80KM ઘટી જશે: CM

0
7
  • ગડુલી સાંતલપુર નેશનલ હાઇવેના નિર્માણ પછી ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80KM ઘટી જશે: CM
  • ગડુલી સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું
  • નેશનલ હાઇવે નંબર 754 kની ચાર લિંક જેમાં ગડુલી,ધોળાવીરા,કચ્છનું સફેદ રણ અને ખાવડાનો સમાવેશ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરાની મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવ પંકજ કુમાર અને માર્ગ મકાન સચિવ સંદિપ વસાવા સાથે ગડુલી સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું.

તેમણે કુલ 264 કી.મી ની લંબાઈના આ નેશનલ હાઇવે નંબર 754 kની ચાર લિંક જેમાં ગડુલી,ધોળાવીરા, કચ્છનું સફેદ રણ અને ખાવડાનો સમાવેશ થાય છે તે લિંક ના 320 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાઇ રહેલા માર્ગ નિર્માણ કામો નિહાળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકારે આ નેશનલ હાઇવેનું નિર્માણ હાથ ધરતા હવે ધોળાવીરા થી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કી.મી જેટલું ઘટી જશે. એટલું જ નહિ ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર અને ખાવડા ને સીધી નેશનલ હાઈ વે ની રોડ કનેક્ટિવિટી મળતી થશે. 100 જેટલી બોર્ડર આઉટ પોસ્ટ ને પણ આ કનેક્ટિવિટી નો વ્યૂહાત્મક લાભ મળશે.

કચ્છની સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કચ્છના ધોળાવીરાની તેમની મુલાકાત બાદ કચ્છની સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સીમા પારની ઘૂસણખોરી અટકાવવા તથા દેશની સુરક્ષા માટેની આ જવાનોની દેશ સેવા ભાવના અને કર્તવ્ય પરાયણતાની સરાહના કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat