Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસ કોન્સ્ટેબલની 85 લાખની અપ્રમાણસર સંપતી, પત્નીના નામે 32 લાખની 2 વૈભવી કાર

પોલીસ કોન્સ્ટેબલની 85 લાખની અપ્રમાણસર સંપતી, પત્નીના નામે 32 લાખની 2 વૈભવી કાર

0
4368

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય LCBના લાંચ લેતા પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ચાવડાની 85 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. એસીબીની તપાસમાં આરોપીની પત્નીના નામે 32 લાખની બે વૈભવી કાર જીપ કમ્પાસ અને વરના છે. પત્ની અને પુત્રોના નામે બેન્કમાં 22 લાખની એફડી પણ મુકેલી છે. આ મિલકત આરોપીની કાયદેસરની આવક કરતા 129 ટકા વધુ હોવાનું એસીબીની તપાસમાં ખુલતા કોન્સ્ટેબલ જગદીશ ચાવડા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ જુગારનો કેસ ન કરવાના મામલે ફરિયાદી પાસે રૂ.40 હજારની માંગણી કરી હતી. આ રકમ પોતાના ઓળખીતા દશરથ ઠાકોરને આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કરતા વચેટીયા દશરથ ઠાકોરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ચવડાનું નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત પોલીસની 28 જગ્યાઓ IPS અધિકારીઓની જોઇ રહી છે રાહ

આ કેસની તપાસ બાદ એસીબીએ આરોપી જગદીશ ચાવડાની મિલકત અંગે તપાસ કરતા બેંકમાં પત્ની,પુત્રના નામે 22 લાખની એફડી, 15 લાખ બેલેન્સ, 26 લાખનું મકાન, 8 લાખનો ફ્લેટ, પત્ની પ્રજ્ઞાબહેનના નામે 32 લાખની બે વૈભવી કાર જીપ કમ્પાસ અને વરના મળી આવી હતી.

આરોપીએ બેન્ક એકાઉન્ટમાં ચેક પિરિયડ ગત તારીખ 1-4-2012 થી 8-6-2020ના સમયગાળા મુજબ 83,42,069ની રકમ જમા કરાવ્યાનું અને આ પિરિયડ દરમિયાન રૂ.44,36,900ની રકમનો ઉપાડ કર્યો હતો. જે મુજબ આરોપી જગદીશ ચાવડાએ રૂ. 84,67,624ની અપ્રમાણસર મિલકત આવક કરતા વધુ એકત્ર કર્યાનું ખુલતા તેઓ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.

વાહન ચાલકો ચેતજો! ટ્રાફિક પોલીસ ફરી 1 જુલાઇથી સ્થળ પર દંડ વસુલશે