Gujarat Exclusive > યુથ > મનોરંજન > લૉકડાઉનથી કંટાળી ‘મલંગ’ એક્ટ્રેસ, ભગવાન પાસે માંગ્યો બૉયફ્રેન્ડ

લૉકડાઉનથી કંટાળી ‘મલંગ’ એક્ટ્રેસ, ભગવાન પાસે માંગ્યો બૉયફ્રેન્ડ

0
544

કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે 17-મેં સુધી લાગુ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં તમામ સેલેબ્રિટીઓએ પોતાની જાતને ઘરના કામોમાં વ્યસ્ત રાખી રહ્યાં છે. કેટલાક સેલેબ્સ આવા સંજોગોમાં પણ લૉકડાઉન દરમિયાન ઘરમાં રહીને વર્કઆઉટની ટિપ્સ આપી રહ્યાં છે, તો કેટલાક TikTok પર ટાઈમ પાસ કરી રહ્યાં છે. જ્યારે બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી દિશા પટાની આજકાલ તેના એક વીડિયોને લઈને ચર્ચામાં છે.

તાજેતરમાં દિશાનો એક ડાન્સ વીડિયો ખૂબ જ વાયરસ થયો હતો અને હવે તેનો વધુ એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં દિશા કહી રહી છે કે, તેને એક બૉયફ્રેન્ડની તલાશ છે. જો કે અહીં અમે તમને દિશાના ફોટાઓ દ્વારા વીડિયોમાં તેના દ્વારા કહેલી વાતો જણાવી રહ્યાં છે.

આ વીડિયોમાં દિશા કહેતી જોવા મળી રહી છે કે, હું સાચે જ એક બૉયફ્રેન્ડ ઈચ્છી રહી છું. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયો પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો ચહેરાના હાવભાવ અને કેટલાક લિપસ્ટિકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

દિશા આગળ કહે છે કે, જો ભગવાન મને ચાર કે તેથી વધુ બૉયફ્રેન્ડ આપે, તો હું કોણ છુ? ના પાડનાર.

જો દિશાના વર્ક ફ્રંન્ટની વાત કરીએ તો છેલ્લે તે ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અભિનેતા આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ સાથે જોવા મળી હતી.

લૉકડાઉન બાત તે રાધેમાં એક વખત ફરીથી સલમાન ખાન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળવાની છે. અગાઉ દિશા ભારતમાં સલમાન ખાન સાથે જોવા મળી હતી.

 

@dishapatani🤪♬ original sound – buhlehle.x


કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના-લૉકડાઉન: મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ આક્રમક, સોનિયા ગાંધીએ બદલી રણનીતિ