Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 100 પરિણામ લાવવા માટે વધુ ગુણનું ગ્રેસીંગ આપવામાં આવ્યું હોવાની ચર્ચા

100 પરિણામ લાવવા માટે વધુ ગુણનું ગ્રેસીંગ આપવામાં આવ્યું હોવાની ચર્ચા

0
99
  • માસ પ્રમોશન નહીં બલ્કે અગાઉના પરિણામના આધારે પરિણામ તૈયાર કરવા સૂચના હતી

  • જો ગ્રેસીંગ આપવામાં આવ્યું ન હોત તો કદાચ પરિણામ ઓછું જાહેર થયું હોત

ગાંધીનગર: ધોરણ-12 સાયન્સમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું ન હોવા છતાં 100 ટકા પરિણામ લાવવા માટે વધુ ગુણનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હોવાની શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. મોટાભાગના વિદ્યાર્થીઓને 5 ગુણનું રેગ્યુલર ગ્રેસિંગ અપાયું હતું. પરંતુ 1 ટકા આસપાસ વિદ્યાર્થીઓને વધુ ગુણના ગ્રેસિંગની જરૂર પડતા ગ્રેસિંગ વધુ આપવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જો, આ ગ્રેસિંગ આપવામાં આવ્યું ન હોત તો કદાચ પરિણામ 100 ટકા કરતાં થોડુક નીચું આવે તેમ હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું શનિવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બોર્ડ દ્વારા ધોરણ-10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ ધોરણ-12માં માસ પ્રમોશનની જાહેરાત કરાઈ ન હતી. માત્ર પરીક્ષા રદ કરી અગાઉની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર કરવા માટેની સુચના અપાઈ હતી. આમ, છતાં ધોરણ-10ની જેમ ધોરણ-12 સાયન્સમાં પણ તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધોરણ-12 સાયન્સના પરિણામ તૈયાર કરતી વખતે મોટાભાગના વિદ્યાર્થીઓને રેગ્યુલર 5 ગુણનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું. જેના પગલે ઘણા વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા હતા. જોકે, ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને રેગ્યુલર 5 ગુણનું ગ્રેસિંગ આપવામાં આવે તો પણ તેઓ પાસ થતાં ન હતા. જેથી આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા વધારે ગુણનું ગ્રેસિંગ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં અમુક કિસ્સામાં તો વધુ ગુણનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat