Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નમો એપ પર ડોનેશનની સ્કીમ પર વધુમાં વધુ કાર્યકરો ડોનેશન કરે તે અંગે ચર્ચા

નમો એપ પર ડોનેશનની સ્કીમ પર વધુમાં વધુ કાર્યકરો ડોનેશન કરે તે અંગે ચર્ચા

0
4
  • પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી 579 મંડળ પર ઐતિહાસિક બેઠકનો પ્રારંભ કરાવ્યો
  • આ બેઠકમાં પેજ સમિતિ, નમો એપ ડાઉનલોડ કરવા અને સંગનાત્મક ચર્ચાઓ કરવામાં આવી
  • આગામી 25 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રદેશના પેજ કમિટિના સભ્યોને વર્ચ્યુઅલી માર્ગદર્શન આપશે

ગાંધીનગર: આજે રાજયભરમાં એક સાથે 579 સ્થળ પર મંડળ દિઠ બેઠકનો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે 579 બેઠકમાં અલગ અલગ સ્થળોએ 100થી વધુ કાર્યકરોની સંખ્યામાં ઐતિહાસિક બેઠક યોજાઇ હતી જેમાં કુલ આશરે 40 હજારથી વધુ કાર્યકરો બેઠકમાં જોડાયા હતા . ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા સૌ પ્રથમ વખત એક સાથે 579 સ્થળોએ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો , સાંસદો ,નગર પાલિકા/જીલ્લા પંચાયતના પ્રમુખો /સભ્યો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં પેજ કમિટિને લઇ, કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓ સહિત સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નમો એપ પર ડોનેશનની સ્કીમ પર વધુમાં વધુ કાર્યકરો ડોનેશન કરે તે અંગે ચર્ચા કરવામાં આવી અને આગામી 25 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રદેશના પેજ કમિટિના સભ્યો સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ અંતર્ગત કાર્યકરો નમો એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરે તે બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને રાજયના ગૃહરાજય મંત્રી હર્ષભઇ સંઘવીની ઉપસસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat