બોલીવુડના દિગ્ગજ નેતા અને લોકોના સૌથી મનપસંદ એક્ટર દિલીપકુમારની તબીયત ખરાબ થતા તેઓને સારવાર માટે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓની તબિયતને લઈ ફેન્સમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અને લોકો તેમના સારા સ્વાસ્થય માટે દુઆઓ પણ કરી રહ્યા છે. જો કે, સાયરાબાનુ તેમની તબીયત સારી હોવાની માહિતી આપી રહ્યા છે.
સાયરા બાનુએ સોશિયલ મીડિયા માધ્યમથી તેમની અને દિલીપ કુમારની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં દિલીપકુમારની સાથે સાયરા બાનુ પણ દેખાય છે. ફોટોમાં દિલીપ કુમાર ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. તો બીજીબાજુ સાયરા બાનુએ તેમના હાથ પર હાથ મૂકેલો છે. આ તસવીરમાં દિલીપકુમાર અને સાયરાબાનોનો પ્રેમ સ્પષ્ટ દેખાય શકે છે. તસવીર પર આજની તારીખ અને ફોટો ખેંચવાનો સમય પણ લખ્યો છે.
એક ટ્વીટમાં જ્યાં સાયરા બાનુએ દિલીપ કુમારની લેટેસ્ટ તસવીર શેર કરી છે તો બીજીબાજુ ટ્વીટમાં તેમણે દિલીપકુમારની તબિયતની માહિતી આપી દીધી છે. દિલીપ કુમારના ટ્વિટરથી કરાયેલ પોસ્ટમાં સાયરા લખે છે છેલ્લાં કેટલાંક દિવસથી મારા પ્યારા પતિ યુસુફ ખાનની તબિયત સારી નહોતી અને મુંબઇની હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. આ નોટ દ્વારા હું બધાનો આભાર માનવા માંગું છું, તમારી પ્રાર્થનાઓ અને પ્રેમ માટે.
Latest. An hour ago. pic.twitter.com/YBt7nLLpwL
— Dilip Kumar (@TheDilipKumar) June 7, 2021
આગળ સાયરાબાનું લખે છે કે મારા પતિ, મારા કોહિનુર, અમારા દિલીપ કુમાર સાહબની તબિયત સ્થિર છે અને ડૉકટર્સનું કહેવું છે કે તેઓ ઝડપથી સાજા થઇને ઘરે જઇ શકશે. હું તમને બધાને નિવેદન કરું છું કે અફવાઓ પર ધ્યાન ના આપો અને સાહબ માટે દુઆ કરો. હું પ્રાર્થના કરું છું કે ઇશ્વ તમને બધાને આ મહામારીમાં સુરક્ષિત અને સ્વસ્થ રાખે.
Message from Saira Banu pic.twitter.com/TDQzXDAigs
— Dilip Kumar (@TheDilipKumar) June 7, 2021
આપને જણાવી દઇએ કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા દિલીપકુમારને ગઇકાલે એટલે કે 6 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી સતત તેમની તબિયત સાથે જોડાયેલા અપડેટસ સામે આવી રહ્યા છે.