Gujarat Exclusive > દેશ-વિદેશ > ડિજિટલ અને ઓર્ગેનિક ખેતી ખેડૂતોને હવામાન પરિવર્તનની અસરોથી બચાવશેઃ PM મોદી

ડિજિટલ અને ઓર્ગેનિક ખેતી ખેડૂતોને હવામાન પરિવર્તનની અસરોથી બચાવશેઃ PM મોદી

0
6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડિજિટલ અને ઓર્ગેનિક ફાર્મિંગ દેશના ખેડૂતોને આબોહવા પરિવર્તનની અસરોથી બચાવવામાં મદદ કરી શકે છે.

તેમણે કહ્યું કે તેમની સરકાર ખેતીની મૂળભૂત પદ્ધતિઓને જોડીને અને ભવિષ્યની ખેતી તરફ આગળ વધીને હવામાન પરિવર્તનના પડકારોથી ખેડૂતોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

શનિવારે હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) ની 50મી વર્ષગાંઠની ઉજવણીમાં PM મોદીએ કહ્યું કે દેશના 80 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે અને તેમને સરકારની મદદની જરૂર છે. ભવિષ્યની ખેતીનું મહત્ત્વનું પાસું એ ડિજિટલ ફાર્મિંગ છે. આ વર્ષના બજેટમાં પ્રાકૃતિક અને ડિજિટલ ખેતી પર ફોકસ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું, ‘એક તરફ આપણે અનાજના ઉત્પાદન વ્યાપ વધારવા પર ભાર આપી રહ્યા છીએ, સાથે જ રસાયણ મુક્ત ખેતી પર પણ ભાર આપી રહ્યા છીએ. સોલાર પંપથી લઈને ખેડૂત ડ્રોન સુધી આધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે હાલમાં ભારતમાં FPO અને એગ્રીકલ્ચર વેલ્યુ ચેઈન બનાવવા પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકાર દેશના નાના ખેડૂતોને હજારો એફપીઓ સાથે જોડીને જાગૃતિ અને માર્કેટ ફોર્સ બનાવવા જઈ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat