Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પહેલી વખત પેટ્રોલ કરતાં ડીઝલ થયું મોંઘુ, સતત 18માં દિવસે ભાવમાં વધારો

પહેલી વખત પેટ્રોલ કરતાં ડીઝલ થયું મોંઘુ, સતત 18માં દિવસે ભાવમાં વધારો

0
1265

• દેશના ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલથી મોઘું થયું ડીઝલ
• ડીઝલની કિંમત 80 રૂપિયાની નજીક પહોંચી
• કેમ વધી રહી છે કિંમતો?

નવી દિલ્હી: ડીઝલના ભાવમાં બુધવારે સતત 18મા દિવસે વધારો થયો. જો કે 17 દિવસ સુધી સતત વધેલા પેટ્રોલના ભાવ વધારા પર આજે બ્રેક લાગી છે. બુધવારે ડીઝલના ભાવોમાં 48 પૈસાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં 1 ડીઝલની કિંમત 79.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ વધારા સાથે જ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘુ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, અન્ય દેશોમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં વધારે રાખવામાં આવે છે. તેના પાછળનું કારણ એ છે કે, તેનો ઉત્પાદન ખર્ચ પેટ્રોલની સરખામણીમાં થોડો વધારે હોય છે. જો કે ભારતમાં સરકાર અત્યાર સુધી સબસિડી અને ટેક્સ દ્વારા તેને સસ્તો રાખવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે તેનો ઉપયોગ કૃષિ, ટ્રાન્સપોર્ટ, વીજળી જેવા ખૂબ જ જરૂરી કાર્યોમાં ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો ભારતને મોટો આંચકો, NRI માટેનું “વંદે ભારત મિશન” રદ કર્યું

ઈન્ડિયન ઓઈલ મુજબ, પેટ્રોલની બેસ પ્રાઈસ 22.11 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની બેસ પ્રાઈઝ 22.93 રૂપિયા પ્રતિ લિટર છે.

કેમ વધી રહ્યા છે ભાવ?

હકીકતમાં સરકાર સતત વિચારી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે અંતર છે તેને ઘટાડવું જોઈએ. તેનું કારણ એ છે કે, બંને પરનો ખર્ચ લગભગ એક સરખો હોય છે અને ડીઝલ સસ્તામાં વેચવા માટે સરકારે સબસિડી આપવી પડે છે. ડીઝલ સબસિડી આપવા પાછળનો કલ્યાણકારી વિચાર હતો કે તેનો ઉપયોગ કૃષિ, ટ્રાન્સપોર્ટેશન, વીજળી જેવા જરૂરી સેક્ટરમાં થાય છે. આથી તેના પર રાહત આપવામાં આવે.

જો કે UPA સરકારમાં આ સબસિડીનો બોજો ખૂબ વધી ગયો હતો, ત્યાર પછી ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં તફાવતને ઘટાડવાની શરૂઆત થઈ છે. તો મોદી સરકારે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ પર વધારાનો ટેક્સ લાધ્યો છે અને બંનેના ભાવ સરખા કરી દીધા છે.

આ પણ વાંચો: મેક્સિકોમાં ભૂકંપથી 4ના મોત, સુનામીની ચેતવણી

શું અસર થશે?

ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે તેની વ્યાપક અસર થશે. તેનાથી પરિવહન ખર્ચ વધશે અને મોંઘાવરી પણ વધશે. તો લોકોને બેવડો માર પડશે. એક તરફ ટ્રાન્સપોર્ટ માટે માટે વધુ ભાડુ ચૂકવવું પડશે અને મોંઘી વસ્તુઓ ખરીદવી પડશે. ઓટો સેક્ટરના વેચાણ પર પણ તેની ગંભીર અસર પડશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.