Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > અચ્છે દિન યથાવત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, દેશના 9 રાજ્યોમાં કિંમત 100ને પાર

અચ્છે દિન યથાવત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, દેશના 9 રાજ્યોમાં કિંમત 100ને પાર

0
147

શુક્રવારે ભારતીય ઘરેલૂ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહ્યાં પછી શનિવારે એક વખત ફરીથી ભાવમાં વધારો થયો છે. આજે એટલે 26 જૂને પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોરદાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 35 પ્રતિ લીટર અને ડીઝલ 35 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થઈ ગયો છે. આ વધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 98.11 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલની કિંમત 88.65 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલ 94.65 પ્રતિ લીટરે પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 95.08 રૂપિયા પ્રતિ લીટર વહેંચાઇ રહ્યું છે. ગુજરાત જ એકમાત્ર એવો રાજ્ય છે, જ્યાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘી વહેંચાઇ રહ્યું છે. કોરોનામાં સામાન્ય વ્યક્તિની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, તે વચ્ચે દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. જેમાં આગ હોમવાનું કામ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો કરી રહી છે.

સતત વધી રહેલી કિંમતોના કારણે શુક્રવાર સુધી 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓરિસ્સા અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી ચૂકી છે. મેટ્રો શહેરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે અને હવે ચેન્નાઈમાં પણ આંકડો 100 રૂપિયા નજીક પહોંચી ગયો છે. આમ સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ મોદી સરકાર નિષ્ફળ નીતિઓને દર્શાવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat