પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી આજે યુપીમાં સમાજવાદી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મમતા બેનરજીએ અખિલેશ યાદવને સમર્થન આપીને આજે કહ્યુ હતુ કે , યુપીમાંથી યોગીને જવા દો, જો યોગીજી આવી જશે તો તમને ખાઈ જશે.
યોગીજીને રાજનીતિ, અર્થ નીતિ કશું આવડતુ નથી. કોરોનાકાળમાં જે ગંગા માતાની આપણે પૂજા કરીએ છે તેમાં લાશો વહેડાવી હતી. કોવિડમાં લોકો મરી રહ્યા હતા ત્યારે આ સરકાર ક્યાં હતી. તે સમયે આ લોકો મને હરાવવા માટે બંગાળમાં પ્રચાર કરી રહ્યા હતા.
પીએમ મોદી પર પણ હુમલો કરતા મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, પીએમ મોદી દરેક યોજનામાં અમે જ કામ કર્યુ છે તેવુ કહેતા હોય છે. તો શું પીએમ મોદી પોતાના ગજવામાંથી યોજનાઓ માટે પૈસા આપે છે? આ પૈસા જનતાના છે અને 40 ટકા તે રાજ્યોને આપે છે અને 60 ટકા પોતાની પાસે રાખે છે. આ રાજ્યોના રુપિયા છે અને રાજ્યોને આપ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, યોગી કહે છે કે, યુપીમાં ચાર લાખ કરોડ રુપિયાનુ નિવેશ થયુ છે તો આ પૈસા ક્યાં છે. શું પીએમ કેર ફંડમાં નાંખી દીધા. તેનુ તો ઓડિટ પણ નથી થઈ શકતુ. અમે ચીફ મિનિસ્ટર ફંડમાંથી ગરીબોને પૈસા આપ્યા તો કેન્દ્રની સરકારે અમારી પાછળ સીબીઆઈને મોકલી દીધી હતી.
તેમણે કહ્યુ હતુ કે, યોગીજી કોરોનાકાળમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં લાવવાની જગ્યાએ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરી રહ્યા હતા.
મમતા બેનરજીએ શાયરાના અંદાજમાં કહ્યુ હતુ કે, રોશની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહી.. યે ચૂનાવ મેં અખિલેશ સે મહોબ્બત હૈ.. ભાજપા સે નહીં…યુપીના લોકો ભાજપને રાજ્યમાંથી હટાવે અને અમે ભાજપને દેશમાંથી હટાવીશું.