Gujarat Exclusive > યુથ > મનોરંજન > વિવાદાસ્પદ કંગના રણૌત પર ફરી ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો લાગ્યો આરોપ

વિવાદાસ્પદ કંગના રણૌત પર ફરી ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો લાગ્યો આરોપ

0
35

Didda: The Warrior Queen Of Kashmirના લેખકે કંગનાને નોટિસ મોકલી

નવી દિલ્હીઃ હંમેશા વિવાદોમાં રહેતી અભિનેત્રી કંગના રણૌત (Didda Kangana) પર ફરી એકવાર ફિલ્મની વાર્તા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ વખતે Didda: The Warrior Queen Of Kashmirના લેખક આશીષ કૌલને કંગનાને નોટિસ મોકલી છે.

રાણી દિદ્દા તેમની બહાદુરી અને સમજદારી માટે જાણાતાં હતા. પરંતુ કંગનાની જાહેરાત બાદ પ્રસિદ્ધ લેખક અને મીડિયાકર્મી આશીષ કૌલે તેને કાયદાકીય નોટિસ મોકલી છે.

આ પણ વાંચોઃ ગુજરાતી કોમેડિયન મુન્નવર ફારુકીના જામીન પોલીસને કારણે એક સપ્તાહ ટળ્યા

કંગનાની નવી ફિલ્મ ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દા’

આશીષ કૌલનો આરોપ છે કે કંગના તેમના પુસ્તક પરથી આઇડિયા લઇ નવી ફિલ્મ બનવી રહી છે. કંગનાએ તાજેતરમાં કાશ્મીરની રાણી દિદ્દા (Didda Kangana) પર ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દા’ બનાવવાની જાહેરાત કરી હતી.

કેતન મેહતા અને અપૂર્વ અસરાનીએ પણ આરોપ મૂક્યો હતો

નોંધનીય છે કે અગાઉ જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક કેતન મેહતા અ પણ કંગના પર ફિલ્મ મણિકર્ણકાનો સ્ટોરી આઇડિયા ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે ફિલ્મ સિમરનના રાઇટર અપૂર્વ અસરાનીએ પણ કંગના પર બળજબરીથી ફિલ્મની સ્ક્રિપ્ટ ક્રેડિટ લેવાનો આક્ષેપ કર્યો હતો. સિમરન કંગનાની ફ્લોપ ફિલ્મ પૈકીની એક છે.

આશીષ કૌલનો કંગના પરનો ભ્રમ ભાંગી ગયો Didda Kangana news

લેખક અને મીડિયા ક્રમી આશીષ કૌલનો કંગના માટે ભ્રમ ભાંગી ગયો. તેમણે કહ્યું કે,

“મને એ વાતનું ભારે દુઃખ છે કે જેને હું NATIONALIST WOMAN સમજતો હતો. તેણે જ મારી સાથે દગો કર્યો. હું કાશ્મીરી બ્રાહ્મણ છું. કંગનાએ જે રીતે કાશ્મીરીઓની સમસ્યા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

તેનીથી લાગી રહ્યું હતું કે કંગના અમારા દુઃખને સમજે છે. કાશ્મીરી હિન્દુ પણ તેનો બહુ આદર કરવા લાગ્યા હતા. પરંતુ જે રીતે તેણે મારી વાર્તા (Didda Kangana) ચોરી લીધી. ઉપરાંત મને જે રીતે જૂઠો સાબિ ત કરવાની કોશીશ કરી છે. તે જોતા અમને લાગે છે કે અમે ખોટી વ્યક્તિને અમારી હીરો પસંદ કરી લીધી. હતી.”

આ પણ વાંચોઃ Whatsappનો યુ-ટર્ન: ચોતરફા વિરોધ બાદ લીધો મોટો નિર્ણય, બંધ નહીં થાય તમારું એકાઉન્ટ

દિદ્દાની વાર્તા અમારા પરિવારનો વારસોઃ આશીષ કૌલ

Didda Kangana1

Didda Kangana1 Ashish kaul

આશીષ કૌલે વધુમાં જણાવ્યું કે આખી દુનિયા જાણે છે કે દિદ્દાની વાર્તા અમારા પરિવારને વારસામાં મળી હતી. મૈં આ કહાની મારી નાનીથી સાંભળી હતી. ત્યાર બાદ વર્ષોની મહેનત પછી તેના પર માત્ર પુસ્તક જ નથી લખ્યું, પણ આ કહાનીનું ફિલ્મ રાઇટર્સ એસોસિએશન અને દિલ્હી જઇ તેનું કોપીરાઇટ પણ કરાવ્યું છે.

આટલું બધું કરવા છતાં હવે કંગના અને ફિલ્મ નિર્માતા કમલ જૈન મને ખોટા સાબિત કરી રહ્યા છે. તેઓ મારી વાર્તા ચોરી (Didda Kangana) ને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જે ખરેખર દિલ દુઃખાવનારી વાત છે.

લીગલ એકશન લેવાની ચિમકી

આશીષ કૌલે કહ્યું કે “મોટાભાગના કિસ્સામાં જ્યારે ફિલ્મ બનીને તૈયાર થઇ જાય છે. ત્યારે લેખક પોતાનો ભાગ માંગ છે અથવા ફિલ્મનું પ્રદર્શન રોકવા આગળ આવે છે. પરંતુ હું ફિલ્મ બનતા પહેલા આગળ આવ્યો છું. કારણ કે મને નામ કમાવવું નથી કે કંગના પાસેથી પૈસા પણ જોઇતા નથી.”

“હું ઇચ્છું કે લોકોને સાચી વાતની ખબર પડે. તેથી આશા રાખું છું કે કંગના કે તેની ટીમ આ મામલે મારી સાથે વાત કરશે. જો કંગના (Didda Kangana) આવું નહીં કરે તો ફિલ્મ વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરવા મજબૂર છું.”

આ પણ વાંચોઃ શ્વેતા બચ્ચન બે બોલીવૂડ ખાનની જબરી ફેન હતી, આમીર તેને પત્રો લખતો હતો

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9