Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન વિકાસ કર્યો કે વિનાશ?

મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન વિકાસ કર્યો કે વિનાશ?

0
118

નરેન્દ્ર મોદીએ નોકરીઓમાં વધારો, વિકાસ અને અમલદારશાહોની સરમુખ્યારશાહી સમાપ્ત કરવાનો વાયદો કરીને ભારતની સૌથી મોટી ચૂંટણી જીતી હતી અને રાજકીય મંચના કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા.

2014 અને પછી 2019માં તેમની પૂર્ણ બહુમતીની સરકારે મોટા સુધારાઓને લઈને આશાઓ વધારી દીધી હતી.

પરંતુ તેમના સાત વર્ષોના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન તેમના આર્થિક આંકડાઓ ખુબ જ ફિકા પડી રહ્યાં છે. મહામારીએ તે આંકડાઓને વધારે ખરાબ કરી દીધા અને આશાથી પણ ખરાબ પ્રદર્શન ચાલી રહ્યો છે.

વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ કેવું પ્રદર્શન કર્યું તે આપણે તપાસીશું.

સુસ્ત વિકાસ

વડાપ્રધાન મોદીએ વાયદો કર્યો હતો કે તેઓ 2025 સુધી ભારતની જીડીપીને 5 ટ્રિલિયન (5 લાખ કરોડ) ડોલરની બનાવી દઇશું. તેમનું સ્વપ્ન હવે પાઈપલાઈનમાં અટકી ગયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ફુગાવા પછી દેશની અર્થવ્યવસ્થા માત્ર 3 લાખ કરોડ ડોલર સુધી જ પહોંચી શકશે.

કોવિડથી પહેલા માનવામાં આવી રહ્યું હતુ કે 2025 સુધી અહીં 2.6 લાખ કરોડ ડોલરે પહોંચશે. મહામારીએ આમાં 200-300 અરબ ડોલરનો ઘટાડો લાવી દીધો છે.

અર્થશાસ્ત્રી અજીત રાનાડે માને છે કે ફુગાવો અને દુનિયાભરમાં તેલના વધતા ભાવ પણ એક ચિંતાનો વિષય છે.

જોકે, માત્ર કોવિડ જ તેના માટે જવાબદાર નથી.

જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું હતુ ત્યારે તેના પર ભારતની જીડીપી ઉચ્ચ સ્તર એટલે 7-8% પર હતી, જે 2019-20ની ત્રીજા ત્રિમાસીક દરમિયાન દશકાના સૌથી નીચા સ્તર એટલે 3.1% પર આવી ગઈ.

વર્ષ 2016માં નોટબંધીએ 86%થી વધારે નકદને ચલણમાંથી બહાર કરી દીધો અને નવા ટેક્સ નિયમ ગુડ્સ એન્ડ સર્વિસેજ ટેક્સ (જીએસટી)એ વ્યાપારને મોટો ઝાટકો લાગ્યો હતો.

આ બધા નિર્ણયોએ એક મોટી સમસ્યાઓને જન્મ આપ્યો.

ચરમ પર બેરોજગારી

સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના સીઈઓ મહેશ વ્યાસ કહે છે, “2011-12થી ભારતનો સૌથી મોટો પડકાર રોકાણમાં મંદી રહી હતી. પરંતુ સત્તા બદલાયા પછી 2016થી આપણે અનેક ઝાટકાઓ સહન કર્યા છે.”

તેમને કહ્યું કે, નોટબંધી, જીએસટી અને કોરોના પછી લાગેલા લોકડાઉને રોજગારને ખત્મ કરી દીધો હતો.

અંતિમ આધિકારિક આંકડાઓ અનુસાર, 2017-18માં બેરોજગારી પાછલા 45 વર્ષોમાં સૌથી વધારે એટલે 6.1% પર હતો. CMIEના હાઉસહોલ્ડ સર્વે અનુસાર આ દર ત્યારથી અત્યાર સુધી બેગણી થઈ ચૂકી છે.

પ્યૂ રિસર્ચ અનુસાર, 2021ની શરૂઆતથી અત્યાર સુધી 2.5 કરોડથી વધારે લોકો પોતાની નોકરીઓ ગુમાવી ચૂક્યા છે અને 7.5 કરોડ લોકો ગરીબી રેખા પર પહોંચી ચૂકી છે, જેમાં 10 કરોડ મધ્યમ વર્ગના એક તૃતિયાંશ સામેલ છે.

રાનાડેએ જણાવ્યું છે કે દર વર્ષે દેશની અર્થવ્યવસ્થાને બે કરોડ નોકરીઓ જોઈએ, પરંતુ ભારતમાં પાછલા દશકામાં દર વર્ષે માત્ર 43 લાખ નોકરીઓ જ પેદા થઈ છે.

ભારત પર્યાપ્ત નિકાસ કરવામાં સમર્થ નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મેક ઈન ઈન્ડિયા પહેલની શરૂઆત કરી હતી, ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતુ કે, લાલ ફિતાશાહીને સમાપ્ત કરવા અને નિકાશ કેન્દ્રોથી રોકાણ આકર્ષિત કરીને ભારત વૈશ્વિક ઉત્પાદનનો પાવરહાઉસ બની જશે.

લક્ષ્યાંક હતો કે મેન્યુફેક્ચરિંગને જીડીપીનો 25% હિસ્સો બનાવવામાં આવશે પરંતુ સાત વર્ષોમાં આનો શેર 15% પર અટકી ગયો છે. સેન્ટ્રલ ફોર ઈકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસ અનુસાર, આ સેક્ટરની સૌથી ખરાબ સ્થિતિ થઈ છે અને મેન્યુફેક્ચરિંગની નોકરીઓ પાછલા પાંચ વર્ષોમાં અડધી થઈ ચૂકી છે.

લગભગ એક દશકામાં નિકાશ 300 અરબ ડોલર પર લટકી ગયો છે.

વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન ભારત બાંગ્લાદેશ જેવા નાના પ્રતિદ્વંદ્વીઓ સામે પણ ખુબ જ ઝડપી માર્કેટ શેર હારી ચૂક્યા છે. બાંગ્લાદેશે ખુબ જ ઝડપી વૃદ્ધિ નોંધાવી છે અને ખાસ કરીને નિકાશના કેસોમાં તેના શ્રમ પ્રધાન વસ્તુ પર ટકેલો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરના વર્ષોમાં ટેરિફમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને તેઓ વારંવાર ‘આત્મનિર્ભરતા’ ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

સ્વાસ્થ્ય સેવા પર ખર્ચ નિરાશાજનક

અર્થશાસ્ત્રી રિતિકા ખેડા કહે છે, પાછલી સરકારોની જેમ આ સરકાર પણ સ્વાસ્થય સેવાને સતત નજરઅંદાજ કરી રહી છે. દુનિયામાં ભારત એવા દેશોમાં સામેલ છે, જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ પર સૌથી ઓછો સાર્વજનિક રકમ ખર્ચ કરવામાં આવે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, નિવારણ અથવા પ્રાથમિક દેખભાલની જગ્યાએ તૃતીય શ્રેણીની દેખરેખ પર ખર્ચ કરવા પર જોર આપવામાં આવે છે.

ખેડા કહે છે, “તેઓ આપણને અમેરિકન સ્ટાઈલના સ્વાસ્થ્ય સિસ્ટમ તરફ ધકેલી રહ્યાં છે, જે ખર્ચીલી છે અને તે છતાં તેના ખરાબ સ્વાસ્થ્ય પરિણામ છે.”

કૃષિ ક્ષેત્ર

ભારતમાં કામ કરનારી ઉંમરની વધારે ઉંમરની જનસખ્યા કૃષિ ક્ષેત્રના રોજગારમાં લાગેલી છે, પરંતુ તેનું પરિણામ જીડીપીમાં યોગદાન ખુબ જ ઓછું છે.

લગભગ બધા જ તે વાત માને છે કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં સુધારાની આવશ્યકતા છે. માર્કેટ સમર્થિત કૃષિ કાયદાઓ પાછલા વર્ષે પાસ કર્યા પછી ગુસ્સે થયેલા ખેડૂતો હજું સુધી પ્રદર્શન ચલાવી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, તે તેમની આવકને ઓછી કરી દેશે.

વડાપ્રધાન મોદીએ વાયદો કર્યો હતો કે ખેડૂતોની આક બેગણી કરશે અને તેઓ રિપિટ કરી રહ્યાં છે કે નવા કૃષિ કાયદાઓને લઈને જૂઠ ફેલાવવામાં આવી રહ્યો છે.

અર્થશાસ્ત્રી પ્રોફેસર આર રામકુમાર કહે છે કે સરકારે આ ચીજ પર ખર્ચ કરવાની જરૂરત છે કે ખેડૂતોને કેવી રીતે નફો પહોંચાડવામાં આવે અને કેવી રીતે લાભદાયક બનાવી શકાય.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat