Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: શું CM રૂપાણીએ અમદાવાદમાં લોકડાઉનમાં છૂટ અંગે અધિકારીઓના સૂચનોની અવગણના કરી?

#Column: શું CM રૂપાણીએ અમદાવાદમાં લોકડાઉનમાં છૂટ અંગે અધિકારીઓના સૂચનોની અવગણના કરી?

0
1342

લોકડાઉન 4.0 દરમિયાન પશ્ચિમી અમદાવાદ માટે તાજેતરમાં આપવામાં આવેલી છૂટથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. આવુ એટલા માટે કારણ કે અમદાવાદમાં કોરોનાના કેસો અને મોતની સંખ્યામાં કોઇ ઘટાડો જોવા મળતો નથી.

સંચાલકોના સૂત્રોએ ગુજરાત એક્સક્લૂઝિવને જણાવ્યુ કે, અમદાવાદના અમલદારોની નવી ટીમનું નેતૃત્વ કરનારા અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર શહેરમાં તાળાબંધી દરમિયાન વધુ છૂટ આપવાની તરફેણમાં નહતા, કારણ કે તેમણે લાગી રહ્યું હતું કે અમદાવાદની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ કરવાના બાકી છે.

શહેરનો ઉચ્ચ મૃત્યુદર સૂચવે છે કે સ્વાસ્થ્ય સુવિધાઓને હજુ પણ સુધારવાની જરૂર છે. સત્તાધીશો હજુ પણ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવાની તૈયારીમાં છે, તેથી નવી ટીમ થોડો વધુ સમય ઇચ્છતી હતી. ટીમે મંતવ્ય આપ્યુ હતું કે લોકડાઉન તબક્કાવાર રીતે હટાવવું જોઇએ, કારણ કે કોરોનાના કેસો અંગે અમદાવાદ એક સંવેદનશીલ શહેર છે પરંતુ એવુ લાગે છે કે રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ શહેરના વહીવટનો હવાલો સંભાળી લીધો છે, જેથી રાજ્યના બાકીના ભાગો તેમજ પશ્ચિમ ભાગને પણ ખોલી શકાય.

જેને અમદાવાદમાં એક એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે, જ્યા પશ્ચિમ ભાગમાં લોકોની ભારે ભીડ ભેગી થાય તેવી સંભાવના છે. આ એક ખુબ જ જોખમી પરિસ્થિતિ બની શકે છે કારણ કે શહેરના દરેક વોર્ડમાં હજુ પણ સક્રિય કોરોનાના દર્દીઓ છે. દરરોજ ઘણા નવા કેસ પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ, મૃત્યુ દરમાં થોડો ઘટાડો થયા પછી, શહેરમાં મૃત્યુ પામનારા લોકોનો ગ્રાફ અચાનક ફરી વધી ગયો છે અને છેલ્લા બે દિવસથી વધુ મોતના આંકડા સામે આવ્યા છે.

(લેખક એક વરિષ્ઠ પત્રકાર છે જે બે દાયકાથી વધુ સમયથી ગાંધીનગરની અમલદારશાહી અને રાજકારણ પર નજર રાખી રહ્યા છે)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: દેશના અન્ય શહેરોની તુલનામાં કોરોનાથી અમદાવાદમાં વધુ લોકોના કેમ મોત થઇ રહ્યા છે?