Gujarat Exclusive > ગુજરાત > રત્નકલાકારનું રત્ન જેવું કામઃ મંદીમાં નવ લાખના હીરા પરત કર્યા

રત્નકલાકારનું રત્ન જેવું કામઃ મંદીમાં નવ લાખના હીરા પરત કર્યા

0
193

સુરતઃ ઈમાનદારી અનેક લોકોમાં એ હદ સુધી ભરેલી હોય કે તેઓ પોતાની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય તો પણ કોઈની મળેલી વસ્તુ પરત કરી દેવામાં માને છે, સુરતમાં આવા અનેક કિસ્સાઓ બન્યા છે, જેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. એક રત્નકલાકારને (surat-diamond) મિની બજાર માનગઢ ચોક ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝાના પાર્કિંગમાંથી મળેલા 30 કેરેટ હીરા તેના મૂળ માલિકને શોધીને પરત કર્યા હતાં.

શું હતી ઘટના

સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલી ઓપેરા સોસાયટીમાં રહેતા અને મિનીબજાર ખાતે હીરા બજારમાં કામ કરતાં રાજુભાઈ બાવચંદભાઈ રાઠોડની કમાણી લોકડાઉનને પગલે ઘટી ગઈ છે. રાજુભાઈની હાલમાં આવક (surat-diamond) માત્ર 15 હજાર રૂપિયાની છે. ચારેક દિવસ અગાઉ તેઓ વરાછાના પ્રિન્સેસ પ્લાઝાના પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે એક પડીકું તેમને મળ્યું હતું, આ પડીકું ખોલી ને જોયું તો તેમાં હીરા હતાં. આ હીરાની અંદાજે કિંમત નવ લાખ રૂપિયા હતી.

આ પણ વાંચોઃ પેટા ચૂંટણી : કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, આજે પણ આગેવાનો સાથે બેઠક

મૂળ માલિકને શોધી હીરા પરત કર્યા

મંદીના સમયે હીરાનું પેકેટ મળવાથી એક વાત તો ચોક્કસ હતી કે રાજુભાઇની આર્થિક સ્થિતિ સુધરી શકી હોત, પરંતુ હીરા પોતાની પાસે રાખવાના બદલે તેમને મૂળ માલિકને પરત (surat-diamond) કરવાનું નક્કી કર્યું હતું. રાજુભાઈ બહેન – ભાઈ, બે દીકરીઓ સહિત સાત સભ્યોના પરિવારનું ગુજરાન  ચલાવે છે. રાજુભાઈએ હીરાના પડીકાને મૂળ માલિક સુધી પહોંચાડવા માટે પૂછપરછ કરતાં ખબર પડી હતી કે એક વ્યક્તિનું હીરાનું પડીકું પડી ગયું છે. રાજુભાઈએ પડીકું પડી ગયું હતું તે હરેશભાઈને શોધીને હીરા પરત કર્યા હતાં.

આ પણ વાંચોઃ વિધાનસભાની 8 બેઠકોમાંની એક બેઠક પર કોંગ્રેસના બે પાટીદાર નેતા સામસામે, કોને ટિકિટ મળી શકે?

હરેશભાઈ હીરો ખોવાતા એક સમયે નિરાશ હતા

હરેશભાઈ વિરડીયાએ હીરા પરત મળતાં જણાવ્યું કે ગત 22મી તારીખે હીરા બજારમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે ખિસ્સામાંથી તૈયાર પ્રિન્સેસના ત્રણ પેકેટ પ્લાસ્ટિકની ડબ્બી સાથે ખોવાઈ ગયા હતાં. જે હીરાની અંદાજીત કિંમત આઠથી નવ લાખની છે. હીરા ખોવાઈ જતાં અલગ અલગ હીરા બજારમાં બોર્ડ માર્યા હતાં.

તેની સાથે સોશિયલ મીડિયામાં પણ જાહેરાત કરી હતી. CCTV કેમેરા પણ ચેક કર્યા હતાં પરંતુ કંઈ મળ્યું ન હતું, જેથી એવું માની લીધું હતું કે હવે હીરા નહીં મળે. મારે જેમના હીરા હતાં તેમને પણ રકમ ચુકવવાની હતી, જે મારી સંપત્તિ વેચીને પણ ચુકવવાની મારી તૈયારી હતી, જોકે ત્યારે જ રાજુભાઈનો ફોન આવ્યો કે તમારા હીરા મારી પાસે છે. આમ મને મારા હીરા મળી ગયા હતાં. રાજુભાઇનો હું આભારી છું કે તેમને મને બચાવી લીધો.