Gujarat Exclusive > ગુજરાત > સુરતમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, Vaccineનો વિરોધ કરનારા લોકો મંદબુદ્ધિ

સુરતમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, Vaccineનો વિરોધ કરનારા લોકો મંદબુદ્ધિ

0
136

સુરત: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુરતની મુલાકાતે છે. ધર્મેન્દ્ર પ્રધાને કોરોના વેક્સિનને લઇને નિવેદન આપ્યુ હતું. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે કોરોના વેક્સિનનો વિરોધ કરનારા મંદ બુદ્ધીના છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે, “કોરોના વેક્સિનનો વિરોધ કરનારા લોકો મંદબુદ્ધિના છે. જેમણ ભારતના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ નથી, જેમણે ભારતીયોની શક્તિ પર વિશ્વાસ નથી, તે આવી પાયા વિહોણી વાત કરે છે. વેક્સીન અમારા વૈજ્ઞાનિકોની આપણી મેડિસિન બનાવનારી કંપનીઓ જે ભારતીયો છે તેમની વિશેષ સિદ્ધિ છે. આજે દેશનો નાગરિક તેનું સ્વાગત કરે છે.”

ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં કહ્યુ કે, કોરોનાની રસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દેશના લોકો માટે મોટી ભેટ છે. કેટલાક મંદબુદ્ધિના લોકો જે ક્યારેય સુધરશે નહી, વિશેષ કરીને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ જે તમામ વસ્તુમાં ખોટ દેખાય છે તેવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.

ભારતીય દવા નિયામક ડીસીજીઆઈએ રવિવારે ઓસ્કફોર્ડ યૂનિવર્સિટી દ્વારા બનાવેલી કોરોના વેક્સિન ‘કોવિશીલ્ડ’ અને ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ની ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. Vaccine

આ પણ વાંચો: ‘કોવેક્સીન’ની મંજૂરી પર કોંગ્રેસ નેતાઓએ ઉઠાવ્યા સવાલ, સ્વાસ્થ્ય મંત્રી પાસે માંગી સ્પષ્ટતા

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રશ્ન ઉઠાવ્યા છે કે, ડીસીજીઆઈની વિશેષજ્ઞ સમિતિ સમક્ષ ભારત બાયોટેકે જે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, તે અનુસાર વેક્સિનના ત્રીજા ફેઝનું ટ્રાયલ પૂરૂ થયું નથી, જે જરૂરી છે. શર્માએ કહ્યું છે કે, વેક્સિન કેટલી સુરક્ષિત છે અને કોવિડને રોકવામાં તે કેટલી સક્ષમ છે, તે સંબંધિત ડેટાને ચકાસવામાં આવ્યો નથી.

પાર્ટી નેતાઓનું કહેવું છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયને જણાવવું જોઈએ કે, અંતે કેમ તે જરૂરી પ્રોટોકોલને ફોલો કરવામાં આવ્યા નહીં. પાર્ટી નેતા શશિ થરૂરે કહ્યું કે, સમયથી પહેલા જ કોવેક્સીનના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે, તેથી તેના ઉપયોગથી બચવું જોઈએ.

જયરામ રમેશે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને જ દેશને જણાવ્યું છે કે, રસીના મામલામાં આંતરાષ્ટ્રીય સ્તર પર જે નિયમોનું પાલન થાય છે, તેમને ભારતમાં કેમ બદલી નાંખવામાં આવ્યા છે.”

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9