Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીના સગાએ ફોર્મ ભરી ટોકન લેવાનું રહેશે

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીના સગાએ ફોર્મ ભરી ટોકન લેવાનું રહેશે

0
39
  • ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના દાખલ થવા માટેની સૂચના જારી કરાઇ

  • હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ જ દર્દીને હોસ્પિટલમાં લઇ આવવાની સૂચના

ગાંધીનગર: કોરોનાના દર્દીને 108 એમ્બ્યુલન્સ વિના દાખલ કરવાનો હાઇકોર્ટના આદેશના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ પ્રથમ દર્દીના સગાંએ ફોર્મ ભરીને ટોકન લેવાનો રહેશે. ટોકન લીધા બાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યા પછી દાખલ કરવાનો ધન્વતરી કોવિડ હોસ્પિટલ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ તાજેતરમાં જ કાર્યરત કરવામાં આવી છે. આ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ મારફતે જ દર્દીઓને દાખલ કરવામાં આવતાં હતા. આ સીસ્ટમને લઇને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. તો ઘણાં દર્દીઓ સારવારના અભાવે મુત્યુ પામ્યા હતા.

આ બાબતને ગંભીરતાથી લઇને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ અનુસાર હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયના પગલે ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન સેન્ટરમાં તાજેતરમાં કાર્યરત થયેલી 900 બેડની ધન્વતરી કોવિડ હોસ્પિટલે કેટલીક સૂચનાઓ જારી કરી છે.

તે મુજબ સૌ પ્રથમ દર્દીના સગાંએ દાખલ થવા માટેના ફોર્મ સવારે 8 થી 9 માં હોસ્પિટલની બહારથી લેવાના રહેશે. ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવવાનું રહેશે. ત્યારે તેમણે તેમની સાથે ટોકન ફરજીયાત લઈને આવવાનું રહેશે.

ગંભીર દર્દીઓને કે જેમનું કોરોનાની અસરના કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધન્વતરી કોવીડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat