Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં આશીર્વાદ રૂપ સાબિત થયો ‘ધનવન્તરી રથ’, 10 દિવસમાં 74 હજારે લીધો લાભ

અમદાવાદમાં આશીર્વાદ રૂપ સાબિત થયો ‘ધનવન્તરી રથ’, 10 દિવસમાં 74 હજારે લીધો લાભ

0
306

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને અમદાવાદને ગુજરાતના વુહાનનું ઉપનામ પણ અપાયું છે, ત્યારે કોરોના મહામારીને નાથવા રાજ્ય સરકાર દ્વારા અનેક કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલમાં જ રાજ્યના મુખ્ય અધિક સચિવ ડો.રાજીવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં “ધનવન્તરી આરોગ્ય રથ”ની શરૂઆત કરવામાં આવી છે. ડૉકટર, પેરા મેડિકલ સ્ટાફ અને ફાર્માસિસ્ટથી સજ્જ આ રથ આયોજનબદ્ધ રીતે અમદાવાદના 14 કન્ટેન્ટમેન્ટ વોર્ડમાં મૂકવામાં આવ્યા છે.

સરકારી આંકડાઓ મુજબ, ધનવન્તરી રથ અમદાવાદની પ્રજા માટે કારગર સાબિત થયો છે. પ્રથમ તબક્કામાં ધનવન્તરી રથ દ્વારા પ્રત્યેક સ્થળે 2 કલાક એમ રોજના 4 સ્થળ કવર કરી કુલ 200 લોકેશન પર કાર્ય કરી રહ્યો છે. ધનવન્તરી રથની લોકોએ વધુ સંખ્યામાં ભાગ લેતા આ રથની સંખ્યામાં ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે.

હાલની સ્થિતિએ 84 ધનવન્તરી રથ કુલ 332 જગ્યાએ સેવાઓ આપી રહ્યા છે. અમદાવાદમાં 10 દિવસમાં 74 હજારથી વધુ લોકોની સારવાર આ રથ મારફતે કરવામાં આવી છે. ધનવન્તરી રથ મારફતે તેની મુલાકાત વખતે તમામ દર્દીઓનું ટેમ્પરેચર પણ માપવામાં આવે છે અને હિસ્ટ્રી લઇ 40 વર્ષથી ઉપરના તમામ દર્દીઓના બ્લડ સુગર, ઓકસીમીટરનો ઉપયોગ કરી ઓક્સીજન પણ માપવામાં આવે છે. આ રથ ઉપરથી પ્રત્યેક દર્દીને જરૂરિયાત મુજબ એલોપેથી દવાઓ જેવી કે પેરાસીટામોલ, સેટ્રીજીન, એજીથોમાયસીન જેવી દવાઓ ઉપરાંત આયુષ હેઠળની દવાઓ સંશમની વટી, હોમીયોપેથીક દવાઓ દરેક દર્દીને આપી તેમની રોગપ્રતિ કારક શક્તિ વધારવા આવે છે.

સરકારી આંકડાઓ મુજબ, 17/05/2020ના સરેરાશ દર્દીઓ સામે 10% કેસ તાવના અને અંદાજે 32% કેસ શરદી અને કફ સાથેના તથા અંદાજે 0.6% સીવીયર રેસપીરેટરી ટ્રેક ઇન્ડેશનના કેસ આવતા હતા.જેમાં ધનવન્તરી રથને પરિણામે તાવના કેસમાં 2%, શરદી અને કફના કેસમાં 16%, સીવીયર રેસપીરેટરી ટ્રેક ઇન્વેશનની ફરીયાદ ધરાવતા પેશન્ટના પ્રમાણમાં ખૂબ મોટો ઘટાડો થતાં હવે નહીવત જેટલું પ્રમાણ રહ્યુ છે. ધનવન્તરી રથ મારફતને અત્યાર સુધીમાં સરેરાશ 74 હજારથી પણ વધુ લોકોએ લાભ લીધો છે. જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોના OPD માં દર્દીઓનો ઘટાડો જોવા મળ્યો છે.

મહામારીની માર: કોરોનાના કારણે ગુજરાતમાં 30 હજાર લગ્નો મોકૂફ રખાયા