Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ

0
37

અમદાવાદ: ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં (Dhanvantari Covid Hospital) દર્દીઓની ઉત્તમ સુવિધાઓ સાથે સર્વોત્તમ સારવાર થઈ રહી છે.

દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અને દર્દીઓની હાલાકી દૂર કરવા માટે ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો છે આ સાથે સાથે ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવે છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે. આ પ્રકારની સુદઢ વ્યવસ્થાને પગલે ક્રિટીકલ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ પ્રકારના વિલંબ વગર દાખલ કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. આમ દર્દીઓની વ્યથા દુર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે. આ સાથે હોસ્પિટલમાં સત્વરે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે. જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:  કોરોનાની સ્ફોટક સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર Dhanvantari Covid Hospital

આ ઉપરાંત ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલા દર્દીઓને ઉત્તમ પ્રકારની આરોગ્યસેવા મળી રહે તે માટે તબક્કાવાર માનવબળનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે. દર્દીઓને સહેજ પણ અગવડ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, આ હોસ્પિટલમાં હાઉસ કિપિંગ સ્ટાફ, વોર્ડબોયની નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટાફ 24X7 દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે. આમ કોવિડ ધન્વતરી હોસ્પિટલમાં આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી છે, જેનો લાભ અંતે સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે.  Dhanvantari Covid Hospital

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat  

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat