Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ડ્રાઈવરને જોખું આવતા યાત્રાળુઓથી ભરેલી બસ પલટી મારી, 35 લોકોને ઈજા

ડ્રાઈવરને જોખું આવતા યાત્રાળુઓથી ભરેલી બસ પલટી મારી, 35 લોકોને ઈજા

0
85

બગોદરા ધંધુકા રોડ પર યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ બસ પલટી મારી જતા 35 મુસાફરોને ઈજાઓ થઈ હતી. જેમાથી 4 લોકોની હાલત હાલ ગંભીર છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના દરિયાપુર શાહપુર વિસ્તારમાં રહેતા લોકો સાળંગપુર અને ખોડીયાર મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં થયેલા 35થી વધુ યાત્રાળુઓને ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને ધંધુકાથી અમદાવાદ રિફર કરવામાં 108 અન્ય એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનો દ્વારા રીફર કરાયા હતા.

આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો. ટ્રાવેલ્સ ચાલકને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત બન્યો હતો. જે બાદ ચાલક કૂદકો મારી ભાગી છૂટ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat