Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ પર પ્રહાર

ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ પર પ્રહાર

0
54

સરદારના સ્વાભિમાની કે પાટિલના ગુનાહિત ગુજરાતમાંથી શું જોઇએઃ ધાનાણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ પર ટ્વીટર હુમલો (Dhanani Attack Patil) કર્યો. ધાનાણીએ ટ્વીટ કવિતા લખી મતદારોને સરદાર પટેલના સ્વાભિમાની કે પાટિલના ગુનાહિત ગુજરાતમાંથી શું જોઇએ, તેવો પ્રશ્ન કર્યો.

વિપક્ષને નેતા ધાનાણીએ ભાજપના રાજમાં પ્રજાને થઇ રહેલી મુશ્કેલીઓ અને હાલાકીઓને કવિતામાં ઉતારી ચાબખા માર્યા છે. રાજ્યના 6 નગર પાલિકાની ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલાં તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી પ્રચાર કર્યો.

આ પણ વાંચોઃ અમદાવાદ મનપા ચૂંટણી: શહેરની 192 બેઠકો પર થશે મતદાન, કોંગ્રેસ નેતા ક્યાંથી અને ક્યારે આપશે વોટ?

નોંધનીય છે કે મતદાનના 48 કલાક પહેલાં એટલે કે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી જાહેરમાં પ્રચારની પડઘમ શાંત થઇ ગયા. પરિણામે નેતાઓ અને તેમના ટેકેદારોએ ડોર-ટૂ-ડોરનો પ્રચાર માટે સહારો લીધો. સાથે હવેના યુગમાં સોશિયલ મીડિયા પણ તેમના માટે મહત્વનો હથિયાર (Dhanani Attack Patil)બની ગયો છે. જેનો ઉપયોગ કરતા ધાનાણીએ ટ્વીટર કવિતા લખી…. જેના શબ્દો પર નજર કરીએ…..

“” વિચારે ગુજરાત, વોટ કરે ગુજરાત””

આપણે “સરદાર પટેલ”નું સ્વાભિમાની
“ગુજરાત” જોઇએ કે પછી…

સી.આર. પાટીલનું ગુનાહિત ગુજરાત?

કોંગ્રેસની જોડે રહેજો રાજ

આધુનિક અંગ્રેજોનું અત્યાચારી રાજ…?
વાહ રે પોલીસ
તારી મર્દાની..

એક અબળા ઉપર
લાફાવાળી…

હવે તો લાગે છે

મજબૂત થડને કાપી અને
ખાલી ડાળીઓને ના ઝંખેરાય

જો થડને મજબૂત હશે તો જ
ક્યારેક નવી ડાળીઓ ફૂટશે

ચાલો સૌ સાથે મળી અને મૂળ સુધી
પાણ પહોંચાડવાની મથામણ કરીએ

ક્યારેક તો જરુર નવી કૂપણો ફૂટશે!

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ગુજરાત વિધાનસભાના બજેટની તારીખ બદલાઈ

જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડ પણ જાણે કવિ બની ગયા હોય એ રીતે બોલ્યા (Dhanani Attack Patil)હતા કે,

6 મહાનગર પાલિકાઓની ચૂંટણી

અમારા કાર્યકર્તાઓએ પ્રજાના મનની વાત જાણી

બેરોજગાર યુવાનોમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ

6 મનપાના નાગરિકોએ કરોડો રુપિયાનો ટેક્સ આપવા છતાં સુવિધાથી વંચિત

મોંઘવારી પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી પ્રજાની હાલત કફોડી

મનપાની પ્રજા ભાજપથી ત્રસ્ત.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat