Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધૈર્યરાજને મળશે નવજીવન, અમેરિકાથી ₹ 16 કરોડનું ઈન્જેક્શન આવી જતાં સારવાર શરૂ

ધૈર્યરાજને મળશે નવજીવન, અમેરિકાથી ₹ 16 કરોડનું ઈન્જેક્શન આવી જતાં સારવાર શરૂ

0
89

ગાંધીનગર: ગુજરાતના મહીસાગર જિલ્લાના કાનેસર ગામના માસૂમ બાળક ધૈર્યરાજ સિંહની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે, ત્યારે હવે તેને નવજીવન મળવા જઈ રહ્યું છે. હકીકતમાં ધેર્યરાજનો જીવ બચાવવા માટે જરૂરી એવું 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન અમેરિકાથી આવી ગયું છે. જે બાદ આજે ધૈર્યરાજ સિંહની મુંબઈ સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં આવતીકાલે ધૈર્યરાજને આ મોંઘુ ઈન્જેક્શન આપવામાં આવશે. Dhairyaraj SMA Treatment

રાજદીપ સિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજની ઉંમર માત્ર 3 મહિનાની છે. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો બાળક તંદુરસ્ત છે, પરંતુ જન્મના દોઢ મહિનામાં શારીરિક પરિવર્તન જોતા દુર્લભ બીમારીના લક્ષણો જાણવા મળ્યા. ધૈર્યરાજ સિંહને સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી (SMA) નામની એક દુર્લભ બીમારી છે.

આ પણ વાંચો:  ‘માસ્ક પહેરો..!’ ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ ‘એપી સ્ટ્રેન’, 15 ગણો વધુ ખતરનાક Dhairyaraj SMA Treatment

સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી એટલે કે એસએમએની ભારતમાં સારવાર શક્ય નથી અને તેની સારવાર માટે જરૂરી ઈન્જેક્શન વિદેશથી મંગાવવું પડે છે. જેની કિંમત 16 કરોડ રૂપિયાં છે. આટલું જ નહીં, તેના પર લગભગ 6 કરોડ રૂપિયાનો ટેક્સ પણ લાગે છે. આમ તેની કિંમત 22 કરોડ રૂપિયા થઈ જાય છે. જો કે મધ્યમવર્ગીય પરિવારના આ બાળક માટે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મદદના હાથ ઉઠવા લાગ્યાં હતા.

પોતાના પુત્રને બચાવવા માટે રાજદીપ સિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરી હતી. જે બાદ ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી ધૈર્યરાજ માટે દાનની સરવાણી વહી હતી. આખરે રાજદીપ સિંહની મહેનત રંગ લાવી અને ધૈર્યરાજની સારવાર માટે જરૂરી એવું કિંમતી ઈન્જેક્શન અમેરિકાથી ભારત આવી ગયું છે. હવે આવતી કાલે આ ઈન્જેક્શન ધૈર્યરાજને આપવામાં આવશે. Dhairyaraj SMA Treatment

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat