Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > DGP શિવાનંદ ઝાએ સ્ટેટ મોનિટરિંગ સેલમાં 10 કર્મચારી-અધિકારીઓની નિમણૂંક કરી

DGP શિવાનંદ ઝાએ સ્ટેટ મોનિટરિંગ સેલમાં 10 કર્મચારી-અધિકારીઓની નિમણૂંક કરી

0
326

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ સ્ટેટ મોનિટરિંગ સેલમાં 10 અધિકારી-કર્મચારીઓની નિમણૂંક કરી છે. જેમાં 2 પીઆઇ, 1 પીએસઆઇ અને 7 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા 60 દિવસથી રાજ્યમાં લોકડાઉન છે. લોકડાઉન 4.0 31 મેના રોજ પૂરૂ થઇ જશે ત્યારબાદ લોકડાઉન લંબાવવાની શક્યતા હજુ સુધી અસ્પષ્ટ છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્ટેટ મોનિટરિંગ સેલમાં 10 અધિકારી-કર્મચારીઓની નિમણૂંક કરી છે. જેમાં 2 પીઆઇની નિમણૂંક કરવામાં આવી છે જેમાં જામનગરના પીઆઇ એજે પટેલ અને એચકે સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. પોરબંદરના પીએસઆઇ એચએચ વ્યાસની પણ નિમણૂંક કરાઇ છે. આ ઉપરાંત અન્ય 7 પોલીસ કોંન્સ્ટેબલમાં અમદાવાદ શહેરમાંથી નરેન્દ્રસિંહ મેરૂભાઇ, વડોદરા ગ્રામ્યમાંથી મુકેશભાઇ કંચન ભાઇ, અમરેલીમાંથી જીતેન્દ્રભાઇ પ્રવીણ ભાઇ, ગીર સોમનાથમાંથી રામદેવસિંહ ઇન્દુભાઇ, રાજકોટ શહેરમાંથી ફિરોઝ ઇકબાલ ભાઇ, જૂનાગઢમાંથી રાજેશ અનંતરાય અને વલસાડમાંથી આનંદ સમરતદાનની નિમણૂંક કરવામાં આવી છે.

કોરોના મહામારીને કારણે લોકડાઉન થવાથી વિદેશી-દેશી દારૂની હેરાફેરી બંધ થઇ ગઇ હતી. રાજ્ય સરકારે ગઈ 18મી તારીખથી લોકડાઉનના નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો હતો અને દુકાનો પણ ખોલવામાં આવી છે. રાજ્યમાં પહેલાની જેમ વાહન વ્યવહાર અને લોકોની અવર જવર વધવાના કારણે દારૂની હેરાફેરી પણ શરૂ થઇ ગઇ છે. તેની સાથે જ રાજ્યના પોલીસ વડાએ સ્ટેટ મોનિટરિંગ સેલમાં વધુ 2 પીઆઇ, 1 પીએસઆઇ અને 7 પોલીસ કોન્સ્ટેબલની નિમણૂંક આપીને વિદેશી દારૂની હેરાફેરીને પકડવાની કામગીરી આપી દીધી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: ગુજરાતમાં કોરોના સામેની લડાઇ દરમિયાન ક્યા ‘ગુમ’ છે રાજ્યના મુખ્ય સચિવ?