Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પોલીસના-16 IPS સહિત 110 અધિકારી -કર્મીને DGP પ્રશંસા પુરસ્કાર

ગુજરાત પોલીસના-16 IPS સહિત 110 અધિકારી -કર્મીને DGP પ્રશંસા પુરસ્કાર

0
2593
  • ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત આ મેડલ એનાયત
  • અન્ય રાજ્યોનું મોડલ ગુજરાતમાં અમલી બનાવાયુંઃ શિવાનંદ ઝા

સારી કામગીરી કરનારા 16 IPS સહિત 110 પોલીસ અધિકારી-કર્મચારીઓને DGP પ્રશંસા મેડલ એનાયત કરવામાં આવ્યા. ગુજરાત પોલીસના ઈતિહાસના પ્રથમ વખત આ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ પોલીસ અધિકારી- જવાનોને પ્રથમ વખત એવોર્ડ મળતો હોવાથી તમામ અધિકારી જવાનોને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસના IPS અધિકારીઓથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓને પ્રંસશનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા. સોમવારે ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમીમાં “DGP’S Commendation disc” એટલે કે DGP પ્રશંસા મેડલ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં 16 IPS અધિકારીઓમાં ટ્રેનિંગના એડિશનલ ડીજી વિકાસ સહાય, સુરત શહેર પોલીસ કમિશનર એડીજી આર.બી બ્રહ્મભટ્ટ, વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોત, કાયદા અને વ્યવસ્થાના નર્સિમ્હા કોમર, પોલીસ આધુનિકીકરણના આઈજી ચંદ્રશેખર, એસઆરપીના ઈન્ચાર્જ એડીજી પિયુષ પટેલ, ગૃહ સચિવ આઈજી બ્રિજેશ કુમાર ઝા, એટીએસના ડીઆઈજી હિમાશું શુકલા, અમદાવાદ ડીસીપી ક્રાઈમ બિપેન ભદ્રન, અમરેલી એસપી નિર્લિપ્ત રાય,વલસાડ એસપી સુનીલ જોષી,ડીજીપીના સ્ટાફ ઓફિસર સુજાતા મજમુદાર, ગાંધીનગર એસપી મયુર ચાવડા અને આઈબીની એસપી રવિરાજ સિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: VIDEO: માસ્કના દંડનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતાં NCPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત 7 ડિટેઈન

ડીજીપી પ્રશંસા મેડલ મેળવનાર 16 ડીવાયએસપી અધિકારીઓમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાય એસપી જ્યોતિ પટેલ, બારડોલીના ડીવાય એસપી રુપલ સોંલકી, બરોડાના એસીપી ભરત રોઠોડ, સીઆઈડી ક્રાઈમ ડીવાય એસપી અશ્વિન પટેલ, સુરેન્દ્રનગરના ડીવાય એસપી આરબી દેવધા,જુનાગઢના ડીવાય એસપી પીજી જાડેજા, સીઆઈડી ઈન્ટેલિજન્સના ડીવાય એસપી આર એસ જાડેજા, નવસારીના બીએસ મોરી, ગોધરાના ડીવાય એસપી આરઆર દેસાઈ, પાટણના ડીવાય એસપી આરપી ઝાલા, સુરત ક્રાઈમ બ્રાંચના એસીપી આરઆર સરવૈયા, ચેતક કમાન્ડો ફોર્સના ડીવાય એસપી પીજી ધાર્યા,એસઆરપી જુથ-3 મંડાણાના ડીવાય એસપી ડાંખરા, એસઆરપી જુથ-7 નડિયાદના ડીવાય એસપી વીઆર યાદવ, એસઆરપી જુથ-16 ભચાઉના ડીવાય એસપી વીબી પટેલ,એસઆરપી જુથ -10 વાલિયાના ડીવાય એસપી ડીએચ પટેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: શહેરકોટડા પોલીસ સ્ટેશનના PIની કથિત હપ્તાખોરીના પોસ્ટરોથી ખળભળાટ

આ ઉંપરાત 78 જેટલા પોલીસ ઈન્સપેક્ટરથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓને ડીજીપી પ્રશંસા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. રાજય પોલીસ વિભાગના અલગ અલગ વિભાગોમાં જે પોલીસ અધિકારી કર્મચારીઓએ વર્ષ દરમિયાન સારી કામગીરી કરી હશે તે તમામ અધિકારી પોલીસ કર્મચારીઓને હવેથી દર વર્ષે DGP પ્રશંસા મેડલથી સન્માનિત કરાશે.

રાજયના ડિજીપી શિવાનંદ ઝાએ બીજા રાજયોની પોલીસનો જુસ્સો વધારવા માટે જે રીતે ત્યાંના DGP પ્રશંસા મેડલ એનાયત કરે છે તે મોડલ ગુજરાતમાં પણ લઈ આવ્યા છે. આ વર્ષે પ્રથમ વખત અધિકારી કર્મચારીઓને ડીજીપી પ્રશંસા મેડલ મળ્યો હોવાથી તમામ અધિકારી કર્મચારીઓને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યા હતા.