Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 17 જૂનથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત દર્શન કરી શકશે, સોશિયલ ડિસ્ટસિંગનું કરવુ પડશે પાલન

17 જૂનથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત દર્શન કરી શકશે, સોશિયલ ડિસ્ટસિંગનું કરવુ પડશે પાલન

0
281

કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન ધીમે ધીમે ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં મંદિરો પણ નિયમોને આધારે 8 જૂનથી ખુલવાના છે. કોરોનાના કેસમાં વધારો થતા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાંના મંદિરો 17 જૂનથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં ભક્તોએ દર્શન માટે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાંબાના મંદિરો સાળંગપુર (શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા) વિગેરે તમામ મંદિરો 17 જૂન જેઠ એકાદશીના રોજ ખોલવાનો વડતાલ સંસ્થાએ નિર્ણય કર્યો છે. સરકારની ગાઇડલાઇન અનુસાર માત્ર 20 વ્યક્તિઓને જ અગાઉથી પ્રવેશ નક્કી કર્યા મુજબ આપવામાં આવશે.

કોઇ પણ સત્સંગી ભાઇઓ- બહેનો માસ્ક વગર, સેનેટાઇઝ થયા વિના મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી અને જે કોઇ પણ ભક્ત માસ્ક વગર દર્શન માટે આવશે તેને દર્શન કર્યા વિના જ પરત ફરવુ પડશે. સાથે જ પૂજ્ય સંતોને જય સ્વામિનારાયણ પાંચ ફૂટ દુર રહીને જ કરવા જણાવવામાં આવ્યુ છે. સાથે જ મંદિરમાં સત્સંગી હરિભક્તો એક બીજાથી 6 ફૂટ દૂર રહીને દર્શન કરશે અને સોશિયલ ડિસ્ટસિંગ રાખવાનું પણ જણાવવામાં આવ્યુ છે.

 

#Column: ‘વેચાય નહીં તેવા લોકો સાથે 2022ની ચૂંટણીનું આયોજન કરીશ’