મુંબઇ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને સરકાર બનાવવાને લઇને મોટો દાવો કર્યો છે, તેમણે કહ્યુ કે ત્રણ વર્ષ પહેલા જ્યારે તેમણે અજિત પવાર સાથે મળીને સરકાર બનાવી હતી તો તેમાં NCP અધ્યક્ષ શરદ પવારની સહમતિ પણ હતી. મહત્વપૂર્ણ છે કે ઝડપથી બદલતા રાજકીય ઘટનાક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રીની શપથ લીધા હતા પરંતુ તેમની સરકાર ત્રણ દિવસની અંદર પડી ગઇ હતી.
Advertisement
Advertisement
ફડણવીસે શું કહ્યું?
ફડણવીસે એક કાર્યક્રમમાં કહ્યુ, “અમને NCPની ઓફર આવી હતી કે તે એક સ્થિર સરકાર માટે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગે છે. એવામાં અમે તેમની સાથે ચર્ચા કરી હતી, તે સમયે શરદ પવાર સાથે વાતચીત થઇ હતી. શરદ પવાર સાથે ચર્ચા બાદ આ નક્કી થઇ ગયુ પરંતુ બધુ નક્કી થયા બાદ તે કેવી રીતે બદલાયા, આ તમે બધા લોકોએ જોયુ છે.”
શું હતો પુરો રાજકીય ઘટનાક્રમ?
મહારાષ્ટ્રમાં 2019માં ભાજપ અને શિવસેનાએ મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. બન્ને પાર્ટીઓએ સંયુક્ત રીતે બહુમતનો આંકડો પાર પણ કરી લીધો હતો પરંતુ બાદમાં મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભાજપમાં મતભેદ થઇ ગયો હતો.
તે બાદ દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ કાર્યક્રમમાં અજિત પવારના NCPના સમર્થનથી સરકાર બનાવી હતી. આ શપથને લઇને વિવાદ થયો હતો.
Advertisement