Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ પર ચાલશે કેસ, સુપ્રીમ કોર્ટે પુનવિચાર અરજી ફગાવી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ પર ચાલશે કેસ, સુપ્રીમ કોર્ટે પુનવિચાર અરજી ફગાવી

0
213

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી પર 2014માં ચૂંટણી એફિડેવિટમાં ગુનાહિત કેસ સાથે જોડાયેલી જાણકારી છુપાવવા મામલે નાગપુર કોર્ટમાં કેસ ચલાવવાના આદેશ આપ્યા છે. કોર્ટે આ મામલે ફડણવીસની પુનવિચાર અરજીને નકારી દીધી છે.

કોર્ટે આ મામલે 18 ફેબ્રુઆરીએ સુનાવણી પુરી થયા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે સુપ્રીમ કોર્ટમાં 1 ઓક્ટોબર 2019ના તે આદેશ પર પુનવિચાર કરવાનો આગ્રહ કર્યો હતો જેમાં 2014માં ચૂંટણી એફિડેવિટમાં ગુનાહિત કેસની જાણકારી છુપાવવાને લઇને નાગપુર કોર્ટમાં ફરી કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલા બોમ્બે હાઇકોર્ટે ફડણવીસને આ મામલે ક્લીનચિટ આપી હતી. સુનાવણી દરમિાયન પૂર્વ સીએમ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી અને રાજકારણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ 100 કેસ રહે છે. ચૂંટણી એફિડેવિટમાં કોઇ મામલે ઉલ્લેખ ના કરવા પર કાર્યવાહી નથી થઇ શકતી.

બીજી તરફ અરજી કરનારની દલીલ હતી કે એફિડેવિટમાં જાણકારી છુપાવી છે. એવામાં તેમની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. મહત્વપૂર્ણ છે કે ફડણવીસ વિરૂદ્ધ આ બન્ને કેસ 1996 અને 1998માં દર્જ કરવામાં આવ્યા હતા. જોકે, બન્ને કેસમાં તેમની વિરૂદ્ધ આરોપ નક્કી નહતા થયા.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો નહીં મૂકેને PM મોદી? શશિ થરૂરે વ્યક્ત કરી ચિંતા