Gujarat Exclusive > રાજનીતિ > 40 હજાર કરોડ રૂપિયા બચાવવા ફડણવીસ બન્યા 80 કલાકના મુખ્યમંત્રી: BJP સાંસદ

40 હજાર કરોડ રૂપિયા બચાવવા ફડણવીસ બન્યા 80 કલાકના મુખ્યમંત્રી: BJP સાંસદ

0
6637

નવી દિલ્હી/મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં ભાજપે ફડણવીસને 40 હજાર કરોડ રૂપિયાનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવીને નાટક કર્યું હતું.

અનંતકુમાર હેગડેએ જણાવ્યું કે, તમે સૌ કોઈ જાણો છો કે, મહારાષ્ટ્રમાં અમારા માણસ (દેવેન્દ્ર ફડણવીસ) 80 કલાક માટે મુખ્યમંત્રી બન્યા અને પછી રાજીનામું આપ્યું. તેણે આ નાટક કેમ કર્યું? શું અમે નહતા જાણતા કે, અમારી પાસે બહુમત નહતો અને છત્તા પણ તે મુખ્યમંત્રી બની ગયા. આ સવાર દરેક જણ પૂછે છે.

આમ અનંત હેગડેના 40 હજાર કરોડ રૂપિયાવાળા નિવેદનથી BJP બેકફૂટ પર આવી ગઇ છે અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને સફાઇ આપવી પડી રહી છે. ફડણવીસે કહ્યું છે કે, આવી રીતનો એકપણ નીતિગત નિર્ણય સીએમ પદ પર રહેતા લીધો નથી. આવા બધા જ આરોપ ખોટા છે.

હેગડેએ જણાવ્યું કે, મુખ્યમંત્રી પાસે અંદાજે 40 હજાર કરોડ રૂપિયાની કેન્દ્રની રકમ હતી. જો કોંગ્રેસ, NCP અને શિવસેના સત્તામાં આવતા તો તે 40 હજાર કરોડ રૂપિયાનો દુરૂપયોગ કરતા. આજ કારણ છે કે, કેન્દ્ર સરકારે આ રૂપિયાને વિકાસના કામમાં ઉપયોગમાં લઈ શકાય, તે માટે આ નાટક રચવામાં આવ્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપની પહેલાથી જ યોજના હતી. આ માટે નક્કી કરવામાં આવ્યું હતું કે, એક નાટક રચવું જોઈએ અને તે અંતર્ગત ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધાના 15 કલાકની અંદર જ ફડણવીસે તમામ 40 હજાર કરોડ રૂપિયા એ જગ્યાએ પહોંચતા કરી દીધા, જ્યાંથી તે આવ્યા હતા. આ રીતે ફડણવીસે સમગ્ર રૂપિયા કેન્દ્ર સરકારને પરત કરીને બચાવી લીધા.

શિવસેનાનો પલટવાર
ભાજપ નેતા અનંત હેગડેના નિવેદન પર શિવસેના નેતા સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે તેને મહારાષ્ટ્ર સાથે ગદ્દારી ગણાવી છે.

હૈદરાબાદ ગેંગરેપ: ગુનેગારોને જલ્દી સજા અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી