Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > દેવામાં ડૂબેલા અનિલ અંબાણીનો નવો દાંવ, મુંબઈનું હેડક્વાર્ટર વેચશે!

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીનો નવો દાંવ, મુંબઈનું હેડક્વાર્ટર વેચશે!

0
2483

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પોતાનું દેવું ચૂકવવાનો સતત પ્રયત્ન કરી રહ્યાં છે. જે અંતર્ગત અનિલ અંબાઈ હવે મુંબઈમાં પોતાનું હેડક્વાર્ટર વેચવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે અનિલ અંબાણી બ્લૈકસ્ટોન સહિત કેટલાક ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મો સાથે વાતચીત કરી રહ્યા છે.

એક રિપોર્ટ પ્રમાણે, અનિલ અંબાઈ મુંબઈના સાન્તાક્રૂજમાં સ્થિત હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને વેચીને અથવા તો તેને લાંબા સમય સુધી લીજ પર આપીને દેવું ચૂકવવા માંગે છે. રિલાયન્સ સેન્ટરના નામનું આ હેડક્વાર્ટર 7 લાખ સ્ક્વેરફૂટમાં છે અને તેને વેચવાથી 1500-2000 કરોડ રૂપિયા મળી શકે છે.

રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે, હેડક્વાર્ટરને વેચવા માટે રિલાયન્સ ગ્રુપ ઈન્ટરનેશનલ પ્રોપર્ટી કંન્સલટન્સી JLLને જવાબદારી આપી શકે છે. રિપોર્ટ પ્રમાણે, આ મામલે રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે કે, ગ્રુપની મુંબઈ હેડક્વાર્ટર સહિત રિયલ એસ્ટેટ એસેટ્સ વેચવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે તેણે આ મામલે વધુ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે બ્લેકસ્ટોને આ ડીલ પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો. જણાવી દઈએ કે, રિલાયન્સ ગ્રુપના હેડક્વાર્ટરની માલિકી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

મુશ્કિલોમાં અંબાણી
જણાવી દઈએ કે, અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપ પર 1 લાખ કરોડ રૂપિયાથી વધારાનું દેવું છે. માર્ચ 2018ના આંકડા પ્રમાણે, રિલાયન્સ ગ્રુપ રિલાયન્સ કેપિટલ પર 46,400 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે આર કૉમની વાત કરીએ તો, 47,234 કરોડ રૂપિયાના દેવામાં ડૂબી છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને ઈન્ફ્રાનું કુલ દેવું 36 હજાર કરોડ રૂપિયા છે. આજ રીતે રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. તાજેતરમાં અનિલ અંબાઈ બિલેનિયર ક્લબમાંથી પણ બહાર થઈ ગયા હતા.

GST બિલના 2 વર્ષ પૂર્ણ થવા પર જેટલીનો બ્લોગ, શું લખ્યું જાણો?