Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશનું નેટવર્ક ધ્વસ્ત કર્યુ

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશનું નેટવર્ક ધ્વસ્ત કર્યુ

0
45

destroyed jaish

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સેનાએ CRPF અને પોલીસની મદદથી જૈશ-એ-મોહમ્મદના એક નેટવર્કને ધ્વસ્ત કરી દીધો છે. જવાનોએ આતંકવાદીઓના છ મદદગારોની પણ ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે આ નેટવર્ક ત્રાલ અને સંગમ વિસ્તારમાં થયેલા ગ્રેનેડ હુમલાની ઘટનામાં સામેલ રહ્યો છે.

આતંકવાદીઓના છ મદદગાર સાથી પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સંપર્કમાં હતા. પોલીસે જણાવ્યુ કે આ છ મદદગારોની ધરપકડ કરવામાં આવી છે, તેમણે તાજેતરના દિવસમાં સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પોલીસે આતંકીઓના સહયોગીઓના વિસ્ફોટકોની સામગ્રી પણ જપ્ત કરી છે. આ સાથે જ તમામ વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.destroyed jaish

ગત મહિને પોલીસે અવંતીપોરા વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યુ કે ધરપકડ કરાયેલા લોકો જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સાથે જોડાયેલા હતા. જેમાંથી એક ત્રાલનો બિલાલ અહેમદ ચોપાન અને ચતલામ પમ્પોરનો રહેવાસી મુર્સલીન બશીર શેખ હતો.

આ પણ વાંચો:જુવાનો જેવા જુસ્સા સાથે કોરોનાને ધોબીપછાડ આપી 91 વર્ષના વડીલ જિંદાદિલીનું પ્રતીક બન્યાં destroyed jaish

પોલીસે કહ્યુ કે આતંકવાદીઓના મદદગાર આ લોકો આતંકીઓની સહાયતા કરતા હતા. આ લોકો આતંકવાદીઓના સંપર્કમાં રહેતા હતા અને તેમના રોકવા માટે જગ્યા અને હથિયાર આપતા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9