Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલને થયો કોરોના, ટ્વિટ કરી આપી જાણકારી

દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલને થયો કોરોના, ટ્વિટ કરી આપી જાણકારી

0
26

દિલ્હીમાં કોરોનાનો કહેર સતત ચાલું જ છે, હવે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે, COVID-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઉપરાજ્યપાલે ખુદને આઇસોલેટ કરી લીધા છે, જો કે તેમના લક્ષણો હળવા છે, ઉપરાજ્યપાલે ખુદ ટ્વીટ કરી આ માહિતી આપી દીધી છે.

બૈજલે ટ્વિટ કરીને જણાવ્યું હળવા લક્ષણોની સાથે-સાથે આજે મારો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, લક્ષણોની શરૂઆત બાદથી મે ખુદને આઇસોલેટ કર્યો છે, અને તે તમામને કે જે મારા સંપર્કમાં આવ્યા હતાં, તેમના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, હું ઘરમાં રહીને જ કામ કરીને દિલ્હીમાં થઇ રહેલા કામોનું નિરિક્ષણ કરતો જ રહીશ.

ઉલ્લેખનિય છે કે ઉપરાજ્યપાલ બૈજલે દિલ્હીમાં કોવિડ-19 વિરૂધ્ધ ચાલી રહેલી લડાઇ પર સુક્ષ્મ નજર રાખી રહ્યા છે, તેમણે 18 વર્ષથી વધુ વયનાં લોકોનાં રસીકરણ માટે દિલ્હીની તૈયારીઓ પર મુખ્ય સચિવ વિજય દેવ પાસે રિપોર્ટ માંગ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat