Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અનામત મામલે નીતિન પટેલે હાથ ખંખેર્યા, કહ્યું- સીએમ રૂપાણી યોગ્ય નિર્ણય લેશે

અનામત મામલે નીતિન પટેલે હાથ ખંખેર્યા, કહ્યું- સીએમ રૂપાણી યોગ્ય નિર્ણય લેશે

0
539

ગુજરાત સરકારના 33 ટકા મહિલા અનામતની ગણતરી સૂચવતા 1લી ઓગસ્ટ 2018ના GADના ઠરાવના કારણે શરૂ થયેલો વિવાદ માથુ ઉચકી રહ્યો છે. આ મુદ્દે નીતિન ભાઈ પટેલે કોન્ફ્રન્સ પણ કરી છે પરંતુ મુદ્દાથી ભટકીને કોંગ્રેસ પર વરસી પડ્યા હતા.  આને લઈને સરકાર તરફથી ડે. સીએમ નીતિન પટેલ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગુરૂવારે સાંજે પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સહિતના 12થી વધારે આગેવાનો મહિલા ઉમેદવારો અને સરકાર વચ્ચે સચિવાયલમાં બેઠક મળી હતી.

આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. જોકે, બેઠકમાં કોઈ જ નિષ્કર્ષ નિકળ્યો ન હોવાથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન યથાવત રહેવાની જાહેરાત થઈ હતી. આ બાબતે આજે એટલે કે, શુક્રવારે એક વખત ફરીથી નીતિન ભાઈ પટેલ મીડિયા સામે આવ્યા. બિનઅનામત સમાજના ગંભીર મુદ્દા વિશેની બધી જ જવાબદારી તેમને સીધે-સીધી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર નાખી દીધી હતી. મીડિયાને નીતિન પટેલે કહ્યું કે, “અમે મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆતો  પહોંચાડીશું. આ મુદ્દા ખુબ જ ગંભીર છે પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યોગ્ય નિર્ણય લેશે.”

પ્રેસ કોન્ફ્રન્સમાં પણ તેમને પોતાના હાથ ઉંચા કરી દીધા હતા અને અનામત અને બિન અનામતના મુદ્દાને લઈને ફાઈનલ નિર્ણયને લટકતો રાખ્યો હતો. LRDની ભરતીમાં અનામત મુદ્દો સરકારના ગળામાં હાડકાની જેમ ફસાઈ ગઈ છે. અનામત અને બિન અનામત વર્ગના ઉમેદવારોએ ગાંધીનગરમાં સામ-સામે આંદોલન છેડ્યું છે. તેવામાં હવે મામલો એવો તો ઉંચવાયો છે કે, સરકારે સુધારા સાથે પરિપત્ર કરવાનું ટાળ્યું છે.

તમને જણાવી દઈએ કે, બિન અમાનત વર્ગની મહિલા ઉમેદવારોએ સચિવાલય સામે જ સેન્ટ્રલ વિસ્ટામાં સરદાર પટેલની પ્રતિમાં સામે જ ધરણા શરૂ કર્યા હતા. જેથી સરકારે ચિંતિત થઈને સચિવાલય ચ-માર્ગના ગેટને બંધ કરી દેવો પડ્યો હતો. તે ઉપરાંત હવે તો સત્યાગ્રહની છાવણીમાં એક જ વાત છે કે અનામત મુદ્દો કોણ બાજી મારશે અને કોની જીદ સામે સરકાર ઝૂકશે પરિણામે વર્ગવિર્ગહની પરરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.

હવે પ્રેસ કોન્ફ્રન્સમાં નીતિન પટેલે કોંગ્રેસ પર આરોપ-પ્રત્યારોપ શરૂ કરી દીધા હતા કે, કોંગ્રેસ સમાજમાં ભાગલા પડાવવા માંગે છે. કોંગ્રેસને રાજ્ય વિકાસ કરે તેમા રસ નથી વગેરે.. વગેરે ઘણા બધા આરોપ ચોટાવી દીધા. જોકે, સત્ય વાત તે છે કે, સરકારે જે અનામતને લઈને નિર્ણય લીધા હતા તેના કારણે આજે વર્ગ-વિગ્રહ થઈ રહ્યો છે. હવે તેમની સરકારે લીધેલા નિર્ણયોનો દોષનો પોટલો કોંગ્રેસના માથે ઢોળવો કેટલો યોગ્ય છે.

રાજ્યમાં શરમજનક ઘટના બને છે અને તેની માહિતી પણ રાજ્યના ઉપમુખ્યમંત્રીને નથી તે પણ એક રીતે શરમજનક બાબત જ ગણાય. ભૂજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટના સત્તાવાળાઓએ બેશરમીની હદ્દ વટાવતા હોસ્ટેલની કન્યાઓ માસિક ધર્મમાં છે કે નહીં તે કપડાં ઉંચા કરીને તપાસ્યું હતું. રાજ્યમાં આટલી ગંભીર ઘટના બને છે, જેને લઈને હાહકાર મચી ગયો હતો. હાલમાં માહિતી આગની ગતિએ ફેલાય છે. તેવામાં નીતિન ભાઈ પ્રેસ કોન્ફ્રન્સમાં કહે છે કે, “આ બાબતે મને વધારે માહિતી નથી અને શિક્ષણ વિભાગને લાગતો મુદ્દો હોવાથી તેઓ પગલા ભરશે. મેં ન્યૂઝ પેપરમાં વાંચ્યુ, જો ખરેખર આ સત્ય છે તે આ ઘટના યોગ્ય નથી.”

ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવોના નારાઓ આપે છે, અને જ્યારે બેટીને અન્યાય થાય છે ત્યારે તેઓ હાથ ખંખેરી નાખે છે. નીતિન પટેલે એક વખત ફરીથી અનામત સમસ્યા રૂપાણીના માથે મારી તેવી જ રીતે ગુજરાતની બેટીઓ સાથે થયલે અન્યાયને પણ નજર અંદાજ કરીને શિક્ષણ વિભાગને માથે મારી છે.

‘પ્રતિવર્ષે એક કરોડ નોકરીઓ આપીશું, આવશે અચ્છે દિન’- લોકોને ડૂંગળી ખરીદવાના ફાંફા