Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજયમાં કફર્યું લંબાવવા વિશે નીતિન પટેલનું મોટું નિવેદન

રાજયમાં કફર્યું લંબાવવા વિશે નીતિન પટેલનું મોટું નિવેદન

0
355

અમદાવાદ શહેરમાં કફર્યું વધારવા નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, શહેરમાં કફર્યું વધારવામાં આવશે નહીં. જો કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ જયા સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે.

રાજયમાં કોરોનાના ફરી એકવાર વધી રહેલા કેસને લઈ સરકારે અમદાવાદ શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કર્યું છે. ત્યારે આ કફર્યું બાદ એવી અફવાઓ જોવા મળી રહી હતી કે ફરી એકવાર ગુજરાતમાં લોકડાઉન આવી શકે છે. ત્યારે નીતીન પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં કરફ્યૂ નહિ વધારાય. જો કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ જયા સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે.

કોરોના વેક્સીન અંગે નાયબ મુખ્યમંત્રીનો દાવો

ડેપ્યુટી CM નીતિન પટેલે જાહેરાત કરી કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં માત્ર રાત્રિ કરફ્યૂ રહેશે. કોરોનાના આંકડા સરકાર છુપાવતી નથી. અમારી સરકાર લોકો સુધી હકીકત પહોંચાડી રહી છે. તો આ સાથે જ ડેપ્યુટી CM નીતિન પટેલે એમ દાવો પણ કર્યો કે, ટૂંક સમયમાં કોરોનાની વેક્સીન આવી રહી છે. સરકાર કોરોના વેક્સીનની સપ્લાયને લઇને રણનીતિ ઘડી રહી છે. ગામડે ગામડે કઈ રીતે વેક્સીન પહોંચાડવી તેનું આયોજન થઇ રહ્યું છે.

ગાંધીનગરમાં કેન્દ્રીય ટીમ સાથે રૂપાણીની બેઠક

તો બીજી તરફ, ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં બેઠક યોજશે. આ કેન્દ્રીય ટીમ સીએમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનિટરીંગ તેમજ સારવાર, ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા સીએમ ડેશ બોર્ડની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9