બેઇજિંગ: દેશની ઝીરો-કોવિડ નીતિના વિરોધમાં ચીનના મુખ્ય શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રસ્તા પર પ્રદર્શન કરી રહેલા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શિંજિયાંગ વિસ્તારના પાટનગર ઉરૂમકીમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા 10 લોકોના મોત થયા હતા. જેને કારણે ચીનમાં ગુસ્સો ફેલાઇ ગયો છે. 400થી વધુ લોકો બેઇજિંગમાં એક નદી કિનારે કલાકો સુધી પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
Advertisement
Advertisement
ચીનમાં લૉકડાઉનને કારણે બિલ્ડિંગમાં આગ લાગતા ઘાયલોને હૉસ્પિટલ સુધી લઇ જઇ શકાયા નહતા. ચીની સોશિયલ મીડિયા પર આ સમાચાર આગની જેમ ફેલાતા લોકો ભડકી ગયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા.
上海乌鲁木齐路 民众高喊
共产党 下台!
这是迄今为止最为激进的口号。 pic.twitter.com/ijP7lxnIgH— 李老师不是你老师 (@whyyoutouzhele) November 26, 2022
અધિકારીઓએ કારને રોકવા માટે રસ્તો જામ કરી દીધો હતો અને તે પછી પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. ડાઉનટાઉન શંઘાઇમાં પ્રદર્શનકારીઓ સાથે પોલીસની અથડામણ જોઇ હતી અને આખી રાત ભીડ ભેગી થઇ હતી જેમાંથી કેટલાક જિનપિંગ વિરૂદ્ધ નારા લગાવી રહ્યા હતા.
એક વિદેશી શખ્સે જણાવ્યુ કે, એવુ લાગે છે કે પોલીસ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા શંકાસ્પદ વ્યક્તિને શોધી રહી છે. અડધી રાત સુધી આ વિસ્તાર શાંત હતો, જોકે, હજારો પોલીસ અધિકારીઓ અને કેટલાક સ્થળો પર રસ્તાના બન્ને કિનારા પર હજારો કારની લાઇન લાગેલી હતી.
Advertisement