Gujarat Exclusive > દેશ-વિદેશ > નોટબંધી નિષ્ફળ! નકલી નોટોનો કારોબાર હજુ પણ યથાવત

નોટબંધી નિષ્ફળ! નકલી નોટોનો કારોબાર હજુ પણ યથાવત

0
180
  • NCRBના ડેટામાં થયો ચોંકાવનારો ખુલાસો

  • 2000ની સૌથી વધુ નકલી નોટો ચલણમાં

  • ગુજરાતમાંથી ₹ 100 અને 2000ની ફેક કરન્સી જપ્ત કરાઈ

(Fake Currency In India) નવી દિલ્હી: દેશમાં નોટબંધી (Note Bandi) બાદ જ્યારે 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી, ત્યારે એવું લાગ્યું કે હવે ફેક કરન્સી (Fake Currency) અને કાળા નાણાં (Black Money) પર લગામ લાગશે. જો કે એવું કશું જ નથી થઈ રહ્યું. આ ચોંકાવનારો દાવો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરી રહ્યાં છે.

NCRBના આંકડા અનુસાર, દેશમાં જપ્ત કરવામાં આવી રહેલી નકલી નોટોમાં (Fake Currency In India) સૌથી વધુ 2000 રૂપિયાની જ છે. જે મોદી સરકારના નોટબંધીના નિર્ણય પર સવાલ ઉભા કરે છે.

અંગ્રેજી ન્યૂઝ પેપર “ધી હિન્દૂ”માં છપાયેલા એક રિપોર્ટ મુજબ, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા ડેટામાં દર્શાવાયું છે કે, 2018ની સરખામણીએ ગત વર્ષે 2019માં સૌથી વધુ નકલી નોટો (Fake Currency In India) જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોરોના પર ટ્રમ્પે કરેલો કટાક્ષ જ તેમને ભારે પડશે, બીડેનને મળી ગયો ચૂંટણી મુદ્દો

2019માં દેશમાં કુલ 25.39 કરોડ રૂપિયાની નકલી કરન્સી (Fake Currency In India) જપ્ત કરવામાં આવી. જ્યારે 2018માં આ આંકડો માત્ર 17.95 કરોડનો હતો. સરકારી ડેટા અનુસાર, 2019માં 2000ની કુલ 90,566 નકલી નોટ જપ્ત કરવામાં આવી. જેમાં સૌથી વધુ કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાંથી ફેક કરન્સી ઝડપાઈ હતી.

જણાવી દઈએ કે, કેન્દ્રની મોદી સરકારે 8 નવેમ્બર, 2016માં દેશમાં નોટબંધી લાગૂ કરી હતી. જે અંતર્ગત 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતું. નોટબંધીનો ઉદ્દેશ્ય દેશમાંથી કાળા નાણાંને નાબૂદ કરવાનો અને નકલી કરન્સીનો નિકાલ કરવાનો હતો. જો કે હવે 4 વર્ષ બાદ પણ સ્થિતિ પહેલાની જેમ જ જોવા મળી રહી છે.

અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, 2019-20ના નાણાંકીય વર્ષમાં તેમણે 2000ની નવી નોટો છાપી જ નથી. દેશમાં પણ 2000ની નોટો ઓછી સર્ક્યૂલેશનમાં છે. આમ છતાં નકલી નોટ જપ્ત કરવામાં આવી રહી છે. 2000ની નોટ ઉપરાંત ગત વર્ષે 71 હજારથી વધુ 100 રૂપિયાની નકલી નોટ (Fake Currency In India) ઝડપાઈ છે. જેમાં સૌથી વધુ નકલી કરન્સી દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી પકડી પાડવામાં આવી છે.

દેશમાં બ્લેક મની અને ફેક કરન્સી વિરુદ્ધ અભિયાન ચલાવનાર NIAએ વર્ષ 2019માં આવા 14 કેસ દાખલ કર્યાં હતા. આ દરમિયાન 2000ની 14 હજારથી વધુ નોટો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, નકલી કરન્સી પર નિયંત્રણ મૂકવા માટે NIA દ્વારા એક સ્પેશિય યુનિટની રચના કરવામાં આવી છે.