Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા વિપક્ષ નેતાની માંગ, અધ્યક્ષને મોકલી અરજી

ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા વિપક્ષ નેતાની માંગ, અધ્યક્ષને મોકલી અરજી

0
382

ગાંધીનગરઃ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવા અંગે વિધાનસભા અધ્યક્ષને અરજી મોકલી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સિવાય અન્ય તમામ રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે. ગુજરાત વિધાનસભામાં થતી ચર્ચા, માંગણી કે રજૂઆતોને પ્રજાએ ચૂંટેલા પતિનિધિ કેવી રીતે રજૂ કરે છે, તે જાણવાનો નાગરિકનો અધિકાર છે. આ બાબતે તાજેતરમાં જ નામદાર સુપ્રીમ કોર્ટે પણ ધારાસભ્યોનું સંખ્યાબળ ગણાવાનું હોય ત્યારે વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવાની ટકોર કરી છે.

જીવંત પ્રસારણની માંગ પાછળનું કારણ
વ્યવસ્થાના ભાગરૂપે કોઇને કોઇ સમસ્યા ન થાય તેના ભાગ રૂપે જીવંત પ્રસારણ નહીં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભાની કાર્યવાહી દરમિાન કોઇને કોઇ પ્રકારની તકલીફ ન પડે. પરંતુ આ કોઇ મોટી સમસ્યા નથી. ટીવી- મીડિયાના મિત્રોને કેમેરા સાથે સંકુલમાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ વિધાનસભાની કાર્યવાહી જીવંત બતાવી શકે તે માટે પ્રવેશ આપવો જોઇએ.

થોડા વર્ષ પહેલાં સુધી ગુજરાત વિધાનસભામાં સરકારી અને ખાનગી ટી.વી. ચેનલ અને અખબારોના ફોટોગ્રાફરે કેમેરા સાથે પ્રવેશ આપવામાં આવતો હતો. તેમજ અંદાજપત્ર સત્રના પહેલા દિવસે વિધાનસબાના ફ્લોર પર થોડા સમય માટે દરેક ખાનગી અને સરકારી ચેનલને પ્રોસીડીંગનું રેકોર્ડીંગનું રેકોર્ડીંગ કરી દેવામાં આવતું હતું. તે ઉપરાંત ગુજરાત વિધાનસભાની કાર્યવાહી રેકોર્ડ કરી જીવંત પ્રસારણ કરવા માટેની જોગવાઇ હતી.

ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય એવી દરખાસ્ત મુકાઇ ત્યારે આ દરખાસ્તને સમયના સિનિયર પ્રધાન, પૂર્વ અધ્યક્ષ સ્વ.અશોક ભટ્ટે સમર્થન આપ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જીવંત પ્રસારણ તો ઠીક પણ વિધાનસભાની કાર્યવાહીનું કવરેજ કરવા દેવામાં આવતું નથી.

મહાત્મા ગાંધીએ કોંગ્રેસને ભંગ કરવા જ કહ્યું હતુંઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ