Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહારાષ્ટ્રની જેમ ગુજરાતના શ્રમિકોને પણ રોકડ સહાય આપો : કોંગ્રેસ

મહારાષ્ટ્રની જેમ ગુજરાતના શ્રમિકોને પણ રોકડ સહાય આપો : કોંગ્રેસ

0
56
  • ગુજરાતમાં પણ લાખ્ખો શ્રમિકો અને ગરીબો માટે મફત ભોજન

  • જાહેરાતો તથા ઉડાઉ સરકારી ખર્ચાઓ બંધ કરી અર્ધભૂખમરાને રાહત આપવા કોંગ્રેસ અગ્રણીની માંગ

ગાંધીનગર: કોરોનાની વર્તમાન કટોકટીમાં લોકડાઉનના બદલે જે કડક નિર્ણયોની સાથે મહારાષ્ટ્રમાં ગરીબોને – શ્રમિકોને ભૂખ્યાં ન રહેવું પડે તે માટે એક મહિના સુધી મફત ભોજનની સાથે રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. તેમાંથી ગુજરાતની ભાજપ સરકારે બોધપાઠ લઇને ગુજરાતમાં પણ લાખ્ખો શ્રમિકો અને ગરીબો માટે મફત ભોજન અને રોકડ સહાય આપવાનો તાત્કાલિક નિર્ણય લેવો જોઇએ તેવી માંગ કોંગ્રેસ અગ્રણી તથા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ( એ.આઇ.સી.સી.) ના પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશના ઇન્ચાર્જ દીપક બાબરિયાએ કરી છે. ગુજરાત સરકારે જાહેરાતો અને ઉડાઉ સરકારી ખર્ચાઓ બંધ કરી તાત્કાલિક રાજયની અર્ધભૂખમરાની પરિસ્થિતિનો સામનો કરી રહેલી પ્રજાને રાહત આપવાનું શરૂ કરવા પણ તેમણે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં પણ કોરોનાની ગંભીર પરિસ્થિતિના કારણે તમામ આર્થિક ગતિવિધિઓ, વ્યાપાર, ઉદ્યોગ અને પ્રવુતિઓ અંશત બંધ થઇ જતાં લાખ્ખો શ્રમિકો-મજૂરો રોજબરોજની રોજીરોટી કમાતા સ્વરોજગારો, રીક્ષા-ટ્રાન્સપોર્ટ ચાલકો અર્ધ ભૂખમરાની પરિસ્થિતિમાં ધકેલાઇ ગયા છે. આ સંજોગોમાં જે રીતે મહારાષ્ટ્ર સરકારે એક મહિના સુધી શિવ ભોજન થાળી વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે. તેની સાથોસાથ કોઇની રોજીરોટી ન અટકે તે માટે બાંધકામ ક્ષેત્રે કામ કરતાં 12 લાખ શ્રમિકોને, લારી પાથરણાંવાળાઓને અને પરમીટ ધારક રીક્ષાચાલકોને પણ રૂપિયા 1500ની સહાય ઉપરાંત પ્રત્યેક આદિવાસી પરિવારોને રૂપિયા 2000ની સહાય આપવાની જાહેરાત કરેલી છે. તે જ રીતે ગુજરાત સરકારે પણ વિનામૂલ્યે મફત ભોજનની વ્યવસ્થા શરૂ કરવી જોઇએ.

તેમણે વધુમાં રાહુલ ગાંધીએ કરેલી વારંવાર માંગણી અનુસાર લારી-ગલ્લાં, પાથરણાંવાળાઓને તથા રિક્ષાચાલકોને પણ રૂપિયા 6,000ની રોકડ સહાય આપીને તેમની મુશ્કેલી ઓછી કરવી જોઇએ અને દલિત-આદિવાસી અને આર્થિક રીતે નબળા પરિવારોને પણ પરિવારદીઠ રૂપિયા 6 હજારની રોકડ સહાય આપવી જોઇએ તેવી માંગણી કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat