Gujarat Exclusive > દેશ-વિદેશ > 76 બાળકોને બચાવનાર હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકાને મળ્યું ‘આઉટ ઑફ ટર્ન પ્રમોશન’

76 બાળકોને બચાવનાર હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકાને મળ્યું ‘આઉટ ઑફ ટર્ન પ્રમોશન’

0
118

નવી દિલ્હી: દિલ્હી પોલીસની (Delhi Police) મહિલા હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકા (Seema Dhaka) નવી ઈન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત 3 મહિનાની અંદર જ સમયના પહેલા જ પ્રમોશન (Out Of Turn Promotion) મેળવનારી પ્રથમ પોલીસ કર્મચારી બની ગઈ છે. Delhi Woman constable

સીમા ઢાકાને (Seema Dhaka) 76 ગુમ બાળકોને શોધી કાઢવા માટે આ આઉટ ઑફ ટર્ન પ્રમોશન (Delhi Woman constable) આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે (Delhi Police) એક નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર દિલ્હીમાં સમયપુર બાદલી સ્ટેશનમાં ફરજ બજાવતી સીમા ઢાકા (Seema Dhaka) આઉટ ઑફ ટર્ન (OTP) પ્રમોશન પ્રાપ્ત કરનાર પ્રથમ પોલીસ કર્મચારી છે.

નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, સીમા ઢાકાએ (Seema Dhaka) 76 ગુમ બાળકોને શોધી કાઢ્યાં હતા. જેમાંથી 56 બાળકોની ઉંમર 14 વર્ષથી ઓછી છે. આ બાળકો દિલ્હીના જ નથી, પરંતુ પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા અન્ય રાજ્યોના પણ છે. સીમા ઢાકાની (Seema Dhaka) તેના વરિષ્ઠ અધિકારીઓએ વખાણ પણ કર્યાં છે. Delhi Woman constable

આ પણ વાંચો: દિવાળીનું મિની વેકેશન પૂર્ણ, આજથી વેપાર-ધંધા પુન: ધમધમતા થયા

દિલ્હી પોલીસ (Delhi Police) કમિશ્નર એસએન શ્રીવાસ્તવે ટ્વીટર પર ટ્વીટ કરતા કહ્યું કે,
“મહિલા હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકા (Seema Dhaka) નવી ઈન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત 3 મહિનામાં જ 56 ગુમ બાળકોને બચાવવા બદલ આઉટ-ઑફ ટર્ન પ્રમોશન (Out Of Turn Promotion) પ્રાપ્ત કરનાર પ્રથમ પોલીસ કર્મચારી બનવા માટે શુભેચ્છાને પાત્ર છે. તેના જુસ્સા અને આવા પરિવારોની ખુશી પરત કરવા માટે તેમને સલામ.” 

દિલ્હી પોલીસના (Delhi Police) નિવેદન મુજબ, આ નવી ઈન્સેન્ટિવ સ્કીમ 5 ઓગસ્ટથી લાગૂ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સ્કીમ રાખવામાં આવી છે. જેમાં કોઈ પણ કૉન્સ્ટેબલ કે હેડ કૉન્સ્ટેબલ 50 કે તેથી વધુ 14 વર્ષથી ઓછી વયના ગુમ બાળકોને એક વર્ષની અંદર શોધી લાવશે, તેને આઉટ ઓફ ટર્ન પ્રમોશન (Out Of Turn Promotion) આપવામાં આવશે. Delhi Woman constable

પોલીસનું (Delhi Police) કહેવું છે કે, આ આદેશ (Out Of Turn Promotion) બાદ લાપત્તા બાળકોની શોધખોળની પ્રક્રિયામાં શાનદાર પરિવર્તન જોવા મળ્યું છે. ઓગસ્ટ 2020થી અનેક આવા બાળકોને શોધી કાઢવામાં આવ્યાં છે. જેનાથી દુ:ખી પરિવારોના ઘરમાં ખુશી પરત આવી છે. આ નાના બાળકોને તેમના દુરુપયોગ અને શોષણથી બચાવવામાં મોટી સફળતા સાંપડી છે.