Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL-14: કોલકાતાને હરાવી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને, પૃથ્વીનો શાનદાર શૉ

IPL-14: કોલકાતાને હરાવી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને, પૃથ્વીનો શાનદાર શૉ

0
37

કોલકાતાના 154/6, દિલ્હીએ 3 વિકેટે 156 રન કરી જીત મેળવી, શો-ધવન વચ્ચે ફરી સદીની ભાગીદારી

અમદાવાદઃ દિલ્હી કેપિટલ્સે ઓપનર્સ પૃથ્વી શો અને શિખર ધવનની વધુ એક સદીની ભાગીદારીની મદદ કોલકાતાને 7 વિકેટ (Delhi Wins Over Kolkata)હરાવી દીધુ. આ શાનદાર જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું.

ચેન્નાઇ અને બેગ્લોરના પણ 10-10 પોઇન્ટ છે. પરંતુ નેટ રનરેટને કારણે ચેન્નાઇ ટોચે અને બેંગલોર ત્રીજા સ્થાને છે. કોલકાતા 7માંથી 5 મેચ હારી પાંચમાં ક્રમે છે.

આ પણ વાંચોઃ IPL-14ની 24 મેચમાં મુંબઇએ રાજસ્થાનને 7 વિકેટ હરાવ્યું, ડિકોક-કુણાલે હારની હેટ્રિક અટકાવી

KKRની નબળી શરુઆત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી IPL 2021ની 25મી મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતી કોલકાતાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેણે 6 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા. તેની શરૂઆત બહુ નબળી રહી હતી. ટીમે 25 રન પર નીતીશ રાણાની વિકેટ ગુમાવી હતી. તે અક્ષર પટેલના બોલ પર રિષભ પંતે સ્ટમ્પ આઉટ થયો હતો.

69 રન પર કોલકાતાએ રાહુલ ત્રિપાઠીની વિકેટ પણ ગુમાવી હતી. તેણે 17 બોલમાં 19 રન કર્યા હતા. ત્યાર બાદ કેપ્ટન ઓઈન મોર્ગન અને સુનિલ નરેન પણખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન ભેગા થઇ ગયા. બંનેને લલિત યાદવે શિકાર બનાવ્યા. Delhi Wins Over Kolkata

ગિલ અને રસેલે કોલકાતાની બાજી સંભાળી

શુભમન ગિલના 43 અને આંદ્રે રસેલના 45 રન ન હોત તો કોલકાતાની સ્થિતિ બહુ કફોડી થઇ જાત. બર્થ-ડે મેન રસેલે અંતિમ ઓવરમાં કોલકાતાની ઈનિંગ સંભાળી હતી અને 27 બોલમાં 45 રન કર્યા હતા. જેમાં એણે 4 સિક્સ અને 2 ફોર મારી હતી. જ્યારે અવેશ ખાનની બોલિંગમાં આઉટ થતાં પહેલા ગિલે 38 બોલમાં 43 રન કર્યા હતા. દિલ્હી વતી અક્ષર પટેલ અને લલિત યાદવે 2-2 અને અવેશ ખાન તેમજ સ્ટોનિસે 1-1 વિકેટ લીધી.

આ પણ વાંચોઃ ચેન્નાઇ ફરી ફોર્મમાં: સીઝનમાં સતત 5મી જીત સાથે મોખરે, હૈદરાબાદની 7 વિકેટે હાર

કોલકાતાની આ સીઝનમાં 5મી હાર છે. મેચમાં પૃથ્વી શોએ 18 બોલમાં સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી મારી હતી. શિખર ધવન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 5508 રન બનાવીને વિરાટ કોહલી પછી બીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.

પૃથ્વીએ પહેલી જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા

પૃથ્વી શૉએ દિલ્હી ટીમની ઈનિંગની પ્રથમ ઓવરમાં 6 ચોક્કા માર્યા હતા. સામે બોલર શિવમ માવી હતો. તેની પહેલી ઓવર જ બહુ ખર્ચાળ સાબિત થઇ. 1 વાઈડ બોલ અને 6 ચોક્કાને પરિણામે 25 રન આપ્યા હતા. ત્યાર બાદ કેપ્ટન મોર્ગને માવીને બોલિગ જ ન આપી.

દિલ્હી કેપિટલ્સે પ્રથમ પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવી લીધા (Delhi Wins Over Kolkata) હતા. 132 રન પર પેટ કમિન્સે શિખર ધવનને આઉટ કર્યો હતો. ધવને 47 બોલમાં 46 રન બનાવ્યા હતા.

IPLમાં ધવન સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી

પેટ કમિન્સે 16મી ઓવરમાં પૃથ્વી અને રિષભ પંતની પણ વિકેટ ઝડપી હતી. પૃથ્વી શો 82 રન અને રિષભ પંત 16 રન બનાવીને નિષ્ફળ રહ્યો. ધવન IPLમાં સૌથી વધુ રન બનાવનાર કોહલી પછી બીજા નંબરનો બેટ્સમેન બન્યો હતો.

આ પણ વાંચોઃ 12 વર્ષ પહેલાં IPLની પ્રથમ સુપર ઓવર મેચ રમાઇ હતી, ગેલ સામે યુસુફ પડ્યો હતો ભારી

આ રેકોર્ડમાં એણે રૈનાને પાછળ છોડી દીધો છે.CSKના રૈનાએ અત્યાર સુધી 199 મેચમાં 5489 રન બનાવ્યા છે. આ ટેબલમાં 6041 રન સાથે RCBનો કેપ્ટન પ્રથમ ક્રમાંક પર છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat