Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીની RML હોસ્પિટલના ડૉક્ટરોને ‘કોવેક્સીન’થી વાંધો, ‘કોવિશીલ્ડ’ની કરી માંગ

દિલ્હીની RML હોસ્પિટલના ડૉક્ટરોને ‘કોવેક્સીન’થી વાંધો, ‘કોવિશીલ્ડ’ની કરી માંગ

0
163

નવી દિલ્હી: વિશ્વનું સૌથી મોટુ કોરોના વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) ભારતમાં શરૂ થઈ ગયું છે. જેના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને વૅક્સીન (Covid Vaccine) આપવામાં આવશે. જો કે વૅક્સીનેશન અભિયાનના પ્રથમ દિવસે જ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરોએ “કોવેક્સીન”ની રસી પર વાંધો ઉઠાવ્યો છે.

કોરોના મહામારીને (Corona Pandemic) માત આપવા માટે આખરે આતુરતાનો અંત આવી ગયો છે અને દેશભરમાં વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) શરૂ થઈ ગયું છે. જો કે આ અભિયાન શરૂ થતાં જ દિલ્હીની RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરોએ મેડિકલ સુપ્રિટેન્ડન્ટને પત્ર લખીને “કોવેક્સીન”ની (Covaxin) જગ્યાએ “કોવિશીલ્ડ”ની (Covishield)વૅક્સીન લગાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: GTUનો 10મો પદવીદાન સમારંભ 18 જાન્યુઆરીએ યોજાશે

ડૉક્ટરોએ પત્રમાં લખ્યું છે કે,

“અમે RML હોસ્પિટલના સભ્યો છીએ. અમને જાણવા મળ્યું છે કે, હોસ્પિટલ તરફથી કોવિડ વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) ચલાવવામાં આવી રહ્યું છે. જો કે અમારી હોસ્પિટલમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા ડેવલોપ કરવામાં આવેલી કોવિશીલ્ડની (Covishield) જગ્યાએ ભારત બાયોટેક દ્વારા વિક્સીત કોવેક્સીનની (Covaxin)રસી મૂકવામાં આવી રહી છે.

અમે તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ કે, રેસિડન્ટ ડૉક્ટર્સને કોવેક્સીનના ટ્રાયલ મામલે આશંકા છે અને આથી તેઓ વૅક્સીનેશન પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે. આ પ્રકારે વૅક્સીનેશનનો (Corona Vaccination Drive) હેતુ સફળ નહીં થાય. ”

ડૉક્ટર્સે મેડિકલ સુપ્રિટેન્ડન્ટને અપીલ કરી છે કે, કોવિશીલ્ડ વૅક્સીન સાથે અભિયાન ચલાવવામાં આવે, કારણ કે કોવિશીલ્ડે (Covishield) વૅક્સીનેશન પહેલા ટ્રાયલના તમામ તબક્કાઓ પૂર્ણ કર્યા છે.

જણાવી દઈએ કે, દિલ્હીમાં 75 સેન્ટર્સ પર કોવિશીલ્ડ (Covishield), જ્યારે 6 સ્થળોએ કોવેક્સીનની (Covaxin)રસી આપવામાં આવી છે. આ તમામ સેન્ટર્સને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વેચવામાં આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9