Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી રમખાણોનું એક વર્ષ: ત્રીજી ચાર્જશીટમાં ખુલાસો, ષડયંત્ર હેઠળ CCTVને નુકશાન

દિલ્હી રમખાણોનું એક વર્ષ: ત્રીજી ચાર્જશીટમાં ખુલાસો, ષડયંત્ર હેઠળ CCTVને નુકશાન

0
24

દિલ્હી રમખાણમાં 53 લોકોના મોત થયા હતા Delhi Riots

નવી દિલ્હી: દિલ્હી રમખાણના એક વર્ષ પછી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે વધુ એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કડરડડૂમા કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની આ ત્રીજી ચાર્જશીટ છે. સ્પેશિયલ સેલ દિલ્હી રમખાણ પાછળના ષડયંત્રની તપાસ કરી રહી છે. સ્પેશિયલ સેલે UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો. Delhi Riots

ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે કેવી રીતે આયોજનપૂર્વક રમખાણને અંજામ આપવામાં આવ્યો હતો. રમખાણના સાજીશકર્તાઓ ષડયંત્ર હેઠળ અનેક વિસ્તારોમાં તમામ સીસીટીવી કેમેરા તીડી દીધા હતા. સીસીટીવી ફોડનાર દરેકની ઓળખ થઇ ગઇ છે અને સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં પુરાવા તરીકે સ્પેશિયલ સેલે રજૂ કર્યા છે. રિપોર્ટ મુજબ પુરાવા તરીકે આ ચાર્જશીટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. Delhi Riots

ઉલ્લેખનીય છે કે નાગરિકત્વ સુધારા કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં હિંસા ફાટી નિકળી હતી. આ રમખાણમાં 53 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કરોડોની સંપત્તિને નુકશાન થયું હતુ. દિલ્હી પોલીસે રાજધાનીમાં ગત વર્ષે થયેલા રમખાણને લઇ કુલ 755 એફઆઈઆર દાખલ કરી છે અને દાવો કર્યો છે કે 44 કેસ સોલ્વ પણ થઇ ગયા છે. અત્યાર સુધી પોલીસે 349 ચાર્જશીટ ફાઇલ કરી છે. Delhi Riots

આ પણ વાંચો: દારૂ માફિયાને પકડવા ગયેલી પોલીસ પર ગોળીબાર, સબ-ઇન્સ્પેક્ટરનું મોત

નોંધનીય છે કે દિલ્હી રમખાણમાં સામેલ કુલ 1825 લોકોની ધરપકડ થઇ. જેમાં 869 હિન્દુ સમુદાયના છે અને બાકીના 956 મુસ્લિમ સમુદાયના છે. આ તમામ પર રમખાણમાં સામેલ થવાનો આરોપ છે. હકીકતમાં 23 ફેબ્રુઆરી 2020ના રોજ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં રમખાણની શરૂઆત થઈ હતી, જે 53 લોકોના મોત પછી 25 ફેબ્રુઆરીએ શાંત થયુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat