Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીને દહેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઝડપાયા

દિલ્હીને દહેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઝડપાયા

0
61
  • દિલ્હીને દહેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ

  •  દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને મળી સફળતા Delhi Police

  •  દિલ્હી પોલીસે 2 આતંકીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: દિલ્હીને દહેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યુ છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે બે આતંકીઓની ધરપકડ કરી છે. આ બન્ને આતંકી, જૈશ-એ-મોહમ્મદ સાથે સબંધ રાખે છે. કહેવામાં આવી રહ્યુ છે કે બન્ને દિલ્હીમાં મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા. પોલીસ સુત્રો અનુસાર, દિલ્હીમાં વિસ્ફોટ કરવાનું ષડયંત્ર હતું. Delhi Police

કહેવામાં આવી રહ્યુ છે કે દિલ્હી પોલીસને આ બન્ને આતંકીઓ વિશે ઇનપુટ મળ્યુ હતું. તે બાદ બન્ને આતંકીઓને પકડવા માટે ટ્રેપ લગાવવામાં આવી હતી. સોમવાર રાત્રે 10.15 વાગ્યે જૈશ-એ-મોહમ્મદના બન્ને આતંકીઓને સરાયકાલે ખાંના મિલિનિયમ પાર્ક પાસેથી પકડવામાં આવ્યા હતા. તેમની પાસે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. Delhi Police

આ પણ વાંચો: બાપુનગરમાં જાહેર રસ્તા પર તલવારથી કેક કાપનાર દેવ બાદશાહની ધરપકડ

પોલીસ અનુસાર, ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામના અશરફ ખાતાનાના રૂપમાં થઇ છે. પોલીસે તેમની પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્ટોલ અને 10 કારતૂસ જપ્ત કર્યા છે. Delhi Police