Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી પોલીસની ‘ગાંધીગીરી’, પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ના માનતા રસ્તા પર બેસી ગયા અધિકારીઓ

દિલ્હી પોલીસની ‘ગાંધીગીરી’, પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ના માનતા રસ્તા પર બેસી ગયા અધિકારીઓ

0
149

નવી દિલ્હી: કૃષિ કાયદાના (Farm Laws In India) વિરોધમાં પ્રજાસત્તાક પર્વ (Republic Day) પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Farmers Tractor March) ચાલી રહી છે. જો કે દિલ્હી પોલીસે (Delhi Police) તેની મંજૂરી આપી હતી, પરંતુ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પહેલાથી જ નક્કી કરેલા માર્ગો સિવાયના અન્ય માર્ગોથી પરેડ નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પોલીસ તેમને સતત સમજાવી રહી છે. અનેક ઠેકાણે ખેડૂતોનું પ્રદર્શન હિંસક બન્યું છે.

દિલ્હીના નાગલોઈ વિસ્તારમાં પોલીસના અધિકારીઓએ પ્રથમ ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આમ છતાં તેઓ ના માનતા અધિકારીઓ એકસાથે રસ્તા પર બેસી ગયા.

જણાવી દઈએ કે, પ્રજાસત્તાક પર્વ (Republic Day) પર 3 કૃષિ કાયદાના (Farm Laws In India) વિરુદ્ધ ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ (Farmers Tractor March) નીકાળી રહ્યાં છે આ માટે ખેડૂતોએ તમામ ઠેકાણે પોલીસના  બેરિકેડ્સ તોડીને દિલ્હીની સરહદમાં નક્કી સમય પહેલા પ્રવેશ કરવાનો શરૂ કરી દીધો હતો.

સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા લગાવવામાં આવેલી બેરિકેડ્સ તોડી દીધી અને દિલ્હીમાં દાખલ થઈ ગયા હતા. બેકાબૂ બની રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, જ્યારે ગાજીપુરમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો.

આ પણ વાંચો: અમદાવાદ: જમાલપુરમાં કોમી એકતાના સંદેશ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી Delhi Police

જણાવી દઈએ કે, વિવાદિત કૃષિ કાયદાનો (Farm Laws In India) વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે, તેમની પરેડ મધ્ય દિલ્હીમાં પ્રવેશ નહીં કરે અને પ્રજાસત્તાક પર્વ પર રાજપથની સત્તાવાર પરેડના (Republic Day Parade)સમાપન બાદ શરૂ થશે. આટલું જ નહીં, ટ્રેક્ટરો પર લાઉડ સ્પીકરો નહીં વગાડવા અને 5થી વધુ લોકોને ના એકસાથે ના બેસવાના આદેશ આપવામાં આવ્યા હતા. જો કે આ તમામ આદેશોને સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. અનેક ઠેકાણે બસોમાં તોડફોડ કરવામાં આવી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9