દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે બે શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે, તેમની ઓળખ પંજાબના ગુરદાસપુરના જગબીર ઉર્ફ જગ્ગા અને ગુરપ્રીતના રૂપમાં થઇ છે. બન્ને ભાઇ છે. આ પંજાબમાં આતંકી ઘટનાનું ષડયંત્ર રચી રહ્યા હતા. પંજાબના એક રાજનેતા પણ તેમના નિશાના પર હતા. દિલ્હી પોલીસે તેમણે કોર્ટમાં હાજર કર્યા હતા જ્યા બન્નેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
સૂત્રો અનુસાર પંજાબ પોલીસે શૌર્ય ચક્રથી સમ્માનિત બલવિંદર સિંહ ઉર્ફ સંધૂની હત્યાના આરોપમાં ગુરવિંદર સિંહ અને તેમના બે સાથી સંદીપ સિંહ અને ગુરપ્રીત સિંહની 9 ઓગસ્ટ 2022માં ધરપકડ કરી હતી, તેમના કબજામાંથી એક ખેતરમાંથી આરડીએક્સ, આઇઇડી, હેન્ડ ગ્રેનેડ, 37 લાખ રૂપિયા, 634 ગ્રામ હેરોઇન અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.
તે બાદ પંજાબ પોલીસે સુલતાનપુર લોદી પોલીસ સ્ટેશનમાં યૂએપીએ હેઠળ કેસ દાખલ કર્યો હતો. પોલીસ ગુરવિંદરના સાથી જગબીર અને ગુરપ્રીતને શોધી રહી હતી. સ્પેશ્યલ સેલની કાઉન્ટર ઇન્ટેલિજન્સે બન્નેની ગત અઠવાડિયે દિલ્હીથી ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આતંકીઓએ પૂછપરછમાં જણાવ્યુ કે તે પંજાબમાં 15 ઓગસ્ટે મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માંગતા હતા. પંજાબ પોલીસે જ્યારે આ મિશન ફેલ કરી દીધુ તો તેમણે બીજો ટાસ્ક આપવામાં આવ્યો હતો, તેમણે દિલ્હી અને પંજાબમાં આતંકી ઘટનાને અંજામ આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે પંજાબમાં એક રાજનેતાને પણ નિશાન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.
આરોપીઓએ જણાવ્યુ કે પંજાબમાં પકડાયેલો આરડીએક્સ-આઇઇડી અને હેન્ડ ગ્રેનેડ ડ્રોન દ્વારા પાકિસ્તાનથી પંજાબમાં મોકલવામાં આવ્યો હતો. તે બાદ હવે આતંકી ઘટના માટે ફરીથી પાકિસ્તાનથી આરડીએક્સ અને હેન્ડ ગ્રેનેડ આવી રહ્યા હતા.
Advertisement